GSTV
Home » News » ગુજરાતના લિંબાયતમાં બંધમાં કાંકરીચાળો, પોલીસ પર કરાયો પથ્થરમારો

ગુજરાતના લિંબાયતમાં બંધમાં કાંકરીચાળો, પોલીસ પર કરાયો પથ્થરમારો

સુરતના લિંબાયત વિસ્તારમાં સીએએના વિરોધમાં પોલીસ પર કાંકરીચાળો કરવામાં આવ્યો. લિંબાયતમાં મુસ્લિમ સમુદાય દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. જે દરમ્યાન કેટલાક અસામાજિક તત્વોએ કાંકરીચાળો કર્યો હતો. ત્યારે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક ઈજાગ્રસ્ત એસઆરપી જવાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થિતિ કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી.  શરૂઆતમાં બંધ દરમિયાન સ્થિતિ શાંતિપૂર્ણ હતી તેવા સમયે કાંકરીચાળો કરનાર ટીખળખોરોને ઝબ્બે કરવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી સ્થિતિ સામાન્ય કરવા ઉપરાંત જો કોઈ બનાવ બને તો તેને પહોંચી વળવા તૈયારી પણ હાથ ધરી હતી.

  • સીએએના વિરોધમાં આજે શહેરમાં હતો શાંતિનો માહોલ
  • અજાણ્યા તત્વોએ બંદોબસ્તમાં હાજર પોલીસ પર કર્યો પથ્થરમારો
  • ગુજરાતમાં શાંતિ ડહોળવાનો અસમાજિક તત્વોનો પ્રયાસ
  • પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
  • ગુજરાતના ઘણા શહેરોમાં બંધની અસર

આજે CAA અને NRC ના વિરુદ્ધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના વિરોધમાં સુરતના ચોંટા બજાર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને બંધ ન રાખવા અપીલ કરવામાં આવી હતી.

રાજ્ય પોલીસ સતર્ક

સીએએ-એનઆરસી કાયદાના વિરોધમાં દેશભરમાં હજુય પ્રદર્શન થઇ રહ્યાં છે. દલિત સહિત રાષ્ટ્રીય સંગઠન-ભીમ આર્મી ઉપરાંત લઘુમતી સંસ્થાઓએ તા.29મી જાન્યુઆરીએ ભારત બંધનુ એલાન આપ્યું છે ત્યારે ગુજરાતમાં ય આ બંધની ખાસ્સી એવી અસર વર્તાય તેમ છે. બંધને માલધારી સહિત અન્ય સમાજોએ પણ સમર્થન જારી કર્યુ છે. આ જોતાં અમદાવાદ સહિત રાજ્યમાં ખાસ કરીને લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં સઘન પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયુ છે.

આ તરફ, લઘુમતી સહિત અન્ય સ્વૈચ્છિક સંસૃથાઓએ બંધને સફળ બનાવવા બેઠકોનો દોર શરૂ કર્યો છે સાથે સાથે સોશિયલ મીડિયામાં સ્વૈચ્છિક રીતે વેપાર ધંધા બંધ રાખીને બંધને સફળ બનાવવા આગેવાનો-નેતાઓ અપીલ કરી રહ્યાં છે. કોઇ અનિચ્છિય ઘટના ન બને તે માટે રાજ્ય પોલીસ સતર્ક બની છે. 

પહેલા બંધના એલાનમાં અમદાવાદ અને વડોદરામાં થયા હતા તોફાન

અગાઉ સીએએ-એનઆરસીની વિરોધમાં બંધનુ એલાન અપાયુ હતું તે વખતે અમદાવાદ અને વડોદરામાં તોફાનો થયા હતાં. અમદાવાદમાં શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર પથૃથરમારો કરાયો હતો જેમાં પોલીસ અિધકારી સુધ્ધા ઘવાયા હતાં.  બુધવારે બંધનુ એલાન અપાયુ છે ત્યારે આ બંધને સફળ બનાવવા કેટલીય સ્વૈચ્છિક સંસ્થાઓ કામે લાગી છે.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુમતી આગેવાનો સહિત સંસ્થાના કાર્યકરો સાથે બેઠકો થઇ રહી છે. અમદાવાદમાં લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં આવતીકાલે બજારો સજ્જડ બંધ રહે તેમ છે. આ ઉપરાંત રીક્ષાઓ પણ આ બંધમાં જોડાય તેવી શક્યતા છે જેના કારણે વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળશે.

અમદાવાદના બજારો રહેશે બંધ

બંધના એલાનને પગલે અમદાવાદ શહેરમાં ત્રણ દરવાજા,રિલિફ રોડ, પાંચકુવા, ઢાલગરવાડ, જમાલપુર, રખિયાલ, વટવા, દાણિલિમડા, નારોલ, સરખેજ, જુહાપુરા, શાહપુર સહિતના વિસ્તારોમાં બજારો સ્વયંભૂ બંધ રહેશે. કેટલાંક બજારોમાં આજે જ આવતીકાલે બજારો-દુકાનો બંધ રહેશે તેવા પાટિયા સુધૃધાં ઝુલ્યાં હતાં. સીએએ-એનઆરસીના કાયદાના વિરોધમાં વેપાર ધંધા બંધ રાખવા અપીલ કરવામાં આવી રહી છે. માત્ર અમદાવાદ જ નહીં, આણંદ, બોરસદ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં બંધની ખાસ્સી એવી અસર જોવા મળશે. 

સોશિયલ મીડિયામાં બંધ પાળવા અપીલ

સોશિયલ મીડિયામાં બંધ પાળવા અપીલ કરવામાં આવી રહી છે જેના કારણે સાયબર પોલીસે નજર રાખી છે. કોઇ અનિચ્છિય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે અમદાવાદમાં સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયુ છે. અસામાજિક તત્વો પર બાજનજર રખાઇ રહી છે. શહેરમા મુખ્ય માર્ગો પરની ચેકપોસ્ટ પર વાહનોનુ ચેકિંગ પણ શરૂ કરી દેવાયુ છે. માલધારી-દલિત સંગઠનો એ બંધને ટેકો આપ્યો છે ત્યારે લઘુમતી આગેવાનોએ પણ શાંતિપૂર્ણ રીતે બંધમાં સ્વૈચ્છિકપણે જોડાવવા અપીલ કરી છે.

Read Also

READ ALSO

Related posts

ઓ બાપ રે, આ ફોટોગ્રાફ જોઈને તમે ચોંકી જશો, એકબીજાના કટ્ટર દુશ્મનો અહીં એક સાથે બેઠા

Ankita Trada

VIDEO : ચાલુ ક્લાસમાં ઘુસી ABVPના કાર્યકરોએ કોલેજ બંધ કરાવી, સરકારના આ નિર્ણયનો કરી રહ્યા છે વિરોધ

Nilesh Jethva

મોદીના ખાસ ટાટા, બિરલા અને અદાણીને અબજોનો ફટકો, મુકેશ અંબાણીના 5 અબજ ડોલર ધોવાયા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!