GSTV

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Last Updated on July 30, 2021 by Pritesh Mehta

ગુજરાતના સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે ઘણો ચર્ચામાં છે. અહીં એક પિતાએ બીજા  લગ્ન કરતા પહેલા પોતાની જ દીકરીને અનાથાશ્રમનાં હવાલે કરી દીધી. આ વાતની જાણ તેણે કોઈને ન કરી. જોકે આખરે સમગ્ર વાતની જાણ બાળકીના દાદીને થઇ તો તેને અદાલતનો દરવાજો ખખડાવ્યો. વાસ્તવમાં દાદી સૌથી પહેલા અનાથાશ્રમ પહોંચી ગઈ પરંતુ ત્યાં તેમને કહેવામાં આવ્યું કે નિયમો અને કાયદાઓની વાત કરીને તેમને પાછા મોકલી દીધા.

દીકરી

બાદમાં દાદી એક વકીલની મદદ લઈને કોર્ટ પહોંચ્યા તો કોર્ટે સર્ચ વોરંટ જાહેર કરીને બાળકીને અદાલતમાં હાજર કરવાનો હુકમ ફરમાવ્યો. બાળકીને કોર્ટમાં હાજર કરવામાં આવી તો બાળકીએ કહ્યું કે તે 25 દિવસથી પોતાની દાદી પાસે જવા માટે કહી રહી છે પરંતુ કોઈ તેની મદદ નથી કરી રહ્યું. સમગ્ર કેસને સમજતા અદાલતે બાળકી દાદીને સોંપવાનો આદેશ કર્યો.

બાળકીની દાદીએ જણાવ્યું કે તેમનો દીકરો દારૂડિયો છે અને આ જ આદતને કારણે ચાર વર્ષ પહેલા તેના છૂટાછેડા થયા હતા. છેલ્લા કેટલાંક દિવસથી તેના માથે બીજા લગ્ન કરવાનું ભૂત સવાર હતા. તેની ત્રણ સંતાનોમાં સૌથી મોટો દીકરો છે બાદમાં 2 દીકરીઓ છે. નાની દીકરી છૂટાછેડા પછીથી જ પોતાની માં સાથે છે. બસ કંડક્ટર તરીકે કામ કરતો દારૂડિયો દીકરો લગભગ એક મહિના પહેલા કંઈજ કહ્યા વગર દીકરીને ફરવા માટે લઇ ગયો હતો અને અનાથાશ્રમમાં મૂકી આવ્યો હતો.

બાળકી જન્મી તો તેને ખેતરના શેઢા વચ્ચે ખાડો કરીને દાટી દીધી, ગૌચરો ગામલોકોએ બચાવ્યો જીવ

દેશ દુનિયા અને સમાજ ભલે આજે આધુનિકતાનું રટણ કરતુ હોય પરંતુ દીકરીઓ માટે કેટલાંક લોકોનું વલણ આજે પણ જુનવાણી છે અને તેમની હરકતો વિષે જાણીને લોહી ઉકળી જાય. રાજસ્થાનના જોધપુર જિલ્લાના એક ગામની ઘટનાએ માનવતા પર મોટા સવાલો ઉભા કર્યા છે.

અહીં, કેતૂ કલાના સેખાલામાં  કેટલાંક લોકોએ એક નવજાતને મારી નાખવા માટે તેને ખાડામાં જીવતી જ દફન કરી દીધી. પાષાણહૃદયી લોકોએ જે નવજાત બાળકીને મારવા માટે દફનાવી હતી તેને ઢોર ચરાવનારા અને અન્ય ગામલોકોએ બચાવી લીધી. બાળકીને તુરંત નજીકના હોસ્પિટલમાં લઇ જવામાં આવી. જ્યાંથી તેને જોધપુર રીફર કરવામાં આવી. પોલીસે સમગ્ર મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બાળકીના પરિવાર અંગે તપાસ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!