GSTV
AGRICULTURE Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઉનાળુ વાવેતર ગત વર્ષની તુલનાએ બમણું, આંકડાઓ વાંચી થઈ જશો ખુશ

farmer

ગુજરાતમાં ઉનાળુ વાવેતર શરૂ થઇ ગયું છે. પ્રારંભિક આંકડાઓ ગત વર્ષની તુલનામાં સારા વાવેતરના સંકેત આપી રહ્યા છે. તારીખ 9 માર્ચ સુધીમાં રાજ્યભરમાં 2લાખ 52 હજાર 305 હેકટરમાં ઉનાળુ વાવેતર થયું છે. જે આ સમયગાળામાં ગત વર્ષની તુલનામાં બમણાથી પણ વધુ છે.

વાવેતર

હાલમાં રાજ્યમાં રવિ વાવેતર ખેતરોમાં કાપણી પર છે. તેમાય જીરું, ચણાની કાપણી શરૂ થઇ ગઈ છે. તો તારીખ 9 માર્ચ સુધીમાં રાજ્યમાં ઉનાળુ વાવેતર કેટલું થયું છે તેના પર કરીએ નજર તો ડાંગરનું વાવેતર ગત વર્ષે 21 હજાર 103 હેકટર હતું જયારે ચાલુ વર્ષે 46 હજાર 503 હેકટર થયું છે. તો બાજરીનું ગત વર્ષે 24 હજાર 793 હેકટર વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે 46 હજાર 29 હેકટરમાં વાવેતર થયું છે.

FARMER

મકાઈનું ગત વર્ષે 1 હજાર 64 હેકટર વાવેતર થયું હતું જયારે ચાલુ વર્ષે એક હજાર 850 હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે મગનું 5 હજાર 647 હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે ચાલુ વર્ષે 10 હજાર 853 હેકટર જમીનમાં વાવેતર થયું છે. સાથે જ મગફળીમાં ગત વર્ષે 6 હજાર 548 તો ચાલુ વર્ષે 19 હજાર 269 હેકટર જમીનમાં વાવેતર થયું છે.

ખેડૂત 2

ગત વર્ષ તલનું 2 હજાર 512 હેકટર જમીનમાં વાવેતર થયું હતું જયારે ચાલુ વર્ષે 14 હાજર 205 હેક્ટરમાં વાવેતર થયું છે. સાથે જ શાકભાજીનું ગત વર્ષે 17 હજાર 804 હેક્ટરમાં વાવેતર તો ચાલુ વર્ષે 31 હજાર 599 હેકટર જમીનમાં વાવેતર થઇ ચૂક્યું છે.

પાકગત્ત વર્ષે વાવેતરઆ વર્ષે શું રહેશે સ્થિતિ ?
ડાંગર21 હજાર 103 હેકટર46 હજાર 503 હેકટર
બાજરી24 હજાર 793 હેકટર46 હજાર 29 હેકટર
મકાઈ1 હજાર 64 હેકટર1 હજાર 850 હેક્ટર
મગ5 હજાર 647 હેક્ટર10 હજાર 853 હેકટર
મગફળી6 હજાર 548 હેકટર19 હજાર 269 હેકટર
તલ2 હજાર 512 હેકટર14 હાજર 205 હેક્ટર
શાકભાજી17 હજાર 804 હેક્ટર31 હજાર 599 હેકટર

READ ALSO

Related posts

મ્યાનમાર / નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ ચીને વધુ 6 વર્ષની સજા, ભ્રષ્ટાચારનો છે આરોપ

Zainul Ansari

મિશન 2022 / ત્રણ દિવસના પ્રવાસે આવશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા

Zainul Ansari

છલકવાની તૈયારીમાં નર્મદા ડેમ : જળ સપાટી 135.29 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી છોડાશે પાણી

Zainul Ansari
GSTV