GSTV
Home » News » રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર પર તડકાનો આતંક, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર પર તડકાનો આતંક, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં રાજસ્થાનના હૂંફાળા પવનો ફૂંકાતા છેલ્લા ઘણા દિવસોથી આગઝરતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગર ભડકે બળી રહ્યુ છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગરમીને કારણે લોકોએ કારણ વગર ઘરની બહાર નીકળવાનુ ટાળતા બજારોમાં સોપો પડી ગયો છે.

હૂફાળા પવનોને કારણે લોકો ઘરમા પણ ઉકળાટ અનુભવી રહ્યા છે.ગરમીથી બચવા ઠંડાપીણાનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે. જો કે વરસાદની આતુરતાથી રાહ જોતા લોકોને હજુ પણ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરી છે. સાથે સાથે બિ દિવસ પછી ગરમીમા ઘટાડો થશે તેવુ પણ જણાવ્યુ છે.

ભારતમાં રેકોર્ડબ્રેક ગરમી

દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિતના અનેક રાજ્યો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીના કારણે અનેક શહેરોમાં પારો  45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. વધી રહેલી ગરમીએ 75 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં ગરમી સાથે લૂનું પ્રમાણ વધશે.

રાજધાની દિલ્હીમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. જેથી લોકો ગરમીથી બચાવ માટે શરબત અને ફ્રૂટનું સેવન કરી રહ્યા છે. દિલ્હી બાદ ઉત્તર પ્રદેશના લખનઉ, ગોરખપુર અને કાનપુરમાં પણ સતત ગરમી વધી છે.

એમપી બાદ રાજધાની ભોપાલમાં પણ ભયંકર ગરમી પડી રહી છે. ગરમી અને લૂંથી બચવા માટે લોકો સુતરાઉ કપડાનો ઉપયોગ કરી રહ્યા છે. ભોપાલ બાદ ગ્લાવિયર, જબલપુર, સાગર, દમોહ અને ટીકમગઢમાં ગરમીનું પ્રમાણ વધ્યુ છે.

ગરમીના કારણે તેલંગાણામાં સૌથી વધારે લોકોના મોત થયા છે. જ્યા ગરમી અને લૂના કારણે 17 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં આઠ અને આંધ્ર પ્રદેશમાં ત્રણ લોકોના મોત થયા છે. હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધશે જે બાદ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીમાંથી આંશીક રાહત મળી શકે છે.

READ ALSO

Related posts

કેજરીવાલને ખબર પડી ચૂકી છે કે મોદી સરકારને ચપટી વગાડતા જ કેવી રીતે હરાવી શકાય ?

Mayur

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ 33 જિલ્લાના મામલતદારોને પણ રખાયા સ્ટેન્ડ બાય

pratik shah

મોદી પ્રોટોકોલ તોડે કે અમદાવાદમાં 200 કરોડ ખર્ચાય, ભારતને નહીં થાય કોઈ ફાયદો : ટ્રમ્પે કર્યો આ ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!