GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત; રાજકોટ ૪૨.૪ ડિગ્રી સાથે હોટેસ્ટ, અમદાવાદમાં ૪૧.૪

ગુજરાતમાં અનેક સ્થળે કાળઝાળ ગરમીનું પ્રભુત્વ યથાવત્ રહ્યું છે. આજે દિવસ દરમિયાન રાજકોટમાં ૪૨.૪ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે અમદાવાદમાં ૪૧.૪ ડિગ્રીએ પારો નોંધાયો હતો.

હવામાન વિભાગના અનુમાન અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ પરિવર્તન થવાની સંભાવના નથી. જોકે, દીવ તેમજ કચ્છમાંથી વિશેષ કરીને કંડલા પોર્ટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ૪૧.૪ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો જ્યારે ૨૪.૩ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં ૪૦-૪૧ ડિગ્રીની આસપાસ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે ૨૩ એપ્રિલથી રાજ્યમાં ગરમીનું જોર વધી શકે છે અને તાપમાન ૪૩ને પાર જવાની સંભાવના છે. અમદાવાદ-ગાંધીનગર સિવાય રાજ્યમાં અન્યત્ર તાપમાન ૪૧ ડિગ્રીથી નીચે નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં વધારે ગરમી?

શહેર         ગરમી

રાજકોટ      ૪૨.૪

અમદાવાદ   ૪૧.૪

ભૂજ          ૪૦.૮

વડોદરા      ૪૦.૯

ડીસા         ૪૦.૨

ગાંધીનગર   ૩૯.૮

કંડલા        ૩૯.૪

ભાવનગર   ૩૮.૩

પોરબંદર    ૩૩.૪

સુરત       ૩૩.૨

Read Also

Related posts

પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા

Hardik Hingu

અમદાવાદ /  ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત

Nakulsinh Gohil

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu
GSTV