GSTV

ભણશે ગુજરાત! ધોરણ-12 સાયન્સ પુરક પરીક્ષામાં માત્ર 1826 વિદ્યાર્થીઓ થયા પાસ, માત્ર 9 ટકા જ પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૨૫મીથી ૨૮મી સુધી લેવાયેલી ધો.૧૨ સાયન્સની પુરક પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.જેમાં માત્ર ૧૮૨૬ વિદ્યાર્થી જ પાસ થયા છે અને ૯ ટકા જ પરિણામ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ધો.૧૨ સાયન્સમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા લેવાય છે. ત્યારે આ વર્ષે પુરક પરીક્ષા માટે ૨૩૬૮૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી  ૧૯૭૨૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ધોરણ-12 સાયન્સ પુરક પરીક્ષામાં માત્ર 1826 વિદ્યાર્થીઓ થયા પાસ

ધો.૧૨ સાયન્સની પુરક પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામા આવ્યુ

આ વર્ષે ગેરહાજરની સંખ્યા ગત વર્ષથી ઘણી વધારે છે. પરીક્ષા આપનારા ૧૯૭૨૪માંથી માત્ર ૧૮૨૬ વિદ્યાર્થી જ પાસ થયા છે અને એકંદરે પરિણામ ૯.૨૬ ટકા જ રહ્યુ છે. ગુ્રપવાર પરિણામમાં એ ગુ્રપમાં ૫૪૨ અને બી ગુ્રપમાં ૧૨૮૪ વિદ્યાર્થી પાસ થયા છે. ધો.૧૨ સાયન્સની માર્ચમાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં એ  ગુ્રપ કરતા બી ગુ્રપનું પરિણામ વધારે હતુ ં જ્યારે પુરક પરીક્ષામાં એ ગુ્રપનું પરિણામ બી ગુ્રપ કરતા વધારે છે.

માત્ર 9 ટકા જ પરિણામ

એ ગુ્રપમાં કુલ ૪૧૬૦ વિદ્યાથીમાંથી ૫૪૨ પાસ થતા ૧૩.૦૨ ટકા અને બી ગુ્રપમાં ૧૫૫૬૧માંથી ૧૨૮૪ પાસ થતા ૮.૨૫ ટકા પરિણામ રહ્યુ છે. એબી  ગુ્રપમાં ૩ વિદ્યાર્થીમાંથી એક પણ પાસ થયો નથી. છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ વધુ રહ્યુ છે. એ ગુ્રપમાં ૩૪૮૩ છોકરામાંથી ૪૨૮ પાસ થતા ૧૨.૨૯ ટકા અને બી ગુ્રપમાં ૬૭૦૦માંથી ૫૦૪ પાસ થતા ૭.૫૨ ટકા પરિણામ રહ્યુ છે.

એ ગુ્રપમાં ૬૭૭ છોકરીમાંથી ૧૧૪ પાસ થતા ૧૬.૮૪ ટકા અને બી ગુ્રપમાં ૮૮૬૧માંથી ૭૮૦ પાસ થતા ૮.૮૦ ટકા રિઝલ્ટ રહ્યુ છે. મહત્વનું છેે કે પુરકમાં એ ગુ્રપમાં માત્ર ૪૧૬૦ ઉમેદવારે અને બી ગુ્રપમાં ૧૫૫૬૧ ઉમેદવારે પરીક્ષા આપી છે.બી ગુ્રપમાં લગભગ ચાર ગણા વધુ ઉમેદવાર છે.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!