GSTV
Home » News » હજુ પણ સારા વરસાદ માટે ગુજરાતને રાહ જોવી પડશે, સૌરાષ્ટ્ર માટે છે સારા સમાચાર

હજુ પણ સારા વરસાદ માટે ગુજરાતને રાહ જોવી પડશે, સૌરાષ્ટ્ર માટે છે સારા સમાચાર

ગુજરાતની પ્રજા માટે માઠા સમાચાર છે. હજુ પણ સારા વરસાદ માટે ગુજરાતને રાહ જોવી પડશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ સુધી કોઈ સિસ્ટમ સક્રિય નથી. સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટા પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. જો કે આગામી દિવસમાં વરસાદ નહી વરસે તો ખેડૂતોને ખેતી માટે મુશ્કેલી પડી શકે છે.

ગુજરાતમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. હવામાન વિભાગે પણ આ સપ્તાહમાં સામાન્ય ઝાપટાં સિવાય કોઈ પણ જગ્યાએ વરસાદ ન થવાની સ્પષ્ટ આગાહી કરી છે. ખેતરમાં ઉભા ખરીફ પાકો સૂકાઈ રહ્યાં છે. આ દરમિયાન ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, આજે રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદી ઝાપટ્યા વરસ્યા છે આ સમાચાર ખેડૂતો માટે અતિ રાહત ભર્યા છે.

નવસારીમાં સવારથી મેઘ મહેર થઇ છે. કાળા ડિબાંગ વાદળો સાથેની મેઘરાજાની સવારીથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. મુશળાધાર વરસતા વરસાદી ઝાપટાએ ખેડૂતોના ચેહરા પર ખુશી છવાઇ ગઇ હતી. વરસાદના કારણે રસ્તા પર પાણીના ખાબોચીયા ભરાયા હતા. રાહદારીઓ અને બાઇક ચાલકો વરસાદથી બચતા જણાયા હતા. ખેડૂતો માટે હાલનો વરસાદ કાચા સોના સમાન છે. ગુજરાતમાં ખેડૂતો વરસાદની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે.

અમરેલી જિલ્લામાં વાતાવરણ પલટાતા વરસાદી ઝાપટા શરૂ થયા સાથે અમરેલીનાં જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જાફરાબાદના કડીયાળી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થતા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લોકોમાં ગરમી અને બફારાથી છુટકારો મળ્યાનો આનંદ વર્તાઇ રહ્યો હતો તો ધરતીપુત્રોના ચહેરા પર પણ ખુશી જણાતી હતી.
વિશ્ર્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે વરસાદની હેલી થતા વાતાવરણમાં ઠંડક ફેલાઇ છે.

વલસાડ, વાપી, મહિસાગર અને અમરેલીમાં પડ્યો વરસાદ

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. વાતાવરણમાં આવેલ પલટા બાદ વાપી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. આ સાથે જિલ્લાના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ છુટો છવાયો વરસાદ થતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. જોકે કિસાનો વધુ વરસાદની આશા રાખી રહ્યા છે.


અમરેલીના બગસરા અને રફાળા ગામ પાસે ધીમી ધારે વરસાદ પડ્યો છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિસાગરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જેથી ખેતરમાં સુકાતા પાકને જીનદાન મળ્યુ છે.

Related posts

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

Mayur

રાજકોટમાં રોગચાળાના કારણે મૃત્યું પામેલા બે બાળકો પર ધારાસભ્યની ફિલોસોફી, ‘જીવન-મરણ તો ભગવાનના હાથમાં છે’

Mayur

સાતમથી શરૂ થતા સૌરાષ્ટ્રના લોકમેળાનું સીએમ વિજય રૂપાણી કરશે લોકાર્પણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!