GSTV

વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી, ધો. 10 અને 12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

વિદ્યાર્થીઓ

Last Updated on June 22, 2021 by pratik shah

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે, જેમાં બોર્ડ દ્વારા 3 દિવસ અગાઉ ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે.

બીજી તરફ આ ટાઈમ ટેબલ મુજબ ધોરણ 10 તથા ધોરણ 12ના વિજ્ઞાન, કોમર્સ તથા આર્ટસના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો 15મી જુલાઈએ યોજાશે. ઉલલેખનીય છે કે આ મામલે માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવે પણ નિવેદન આપ્યું છે કે ગુજરાતની હાલની પરિસ્થિતિને જોતા શૈક્ષિણક બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રીપિટર વિદ્યાર્થીઓની યોજાશે પરીક્ષા


ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ દ્વારા ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ-10ની પરીક્ષા તારીખ 15થી 27 જુલાઈ સુધી યોજાશે, બીજી તરફ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તારીખ 15 જુલાઈથી 26 જુલાઈ સુધી યોજાશે. સાથે સાથે આર્ટસ અને કોમર્સના રિપીટર પરીક્ષાર્થીઓની તારીખ 28મી નક્કી કરવામાં આવી છે.

  • બીજીતરફ રાજ્યની બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ પરીક્ષાર્થીઓની વાત કરીએ તો
  • ધોરણ10-3.62 લાખ
  • ધોરણ 12 સાયન્સ- 32 હજાર 400
  • ધોરણ-12 સામાન્ય પ્રવાહ 97 હજાર

રાજ્ય સરકારે ધોરણ10માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓનીજ પરીક્ષાઓ રદ કરી હતી, અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હોવની ચોખ્ખી સ્પષ્ટતા કરી હતી. ત્યારે બીજીતરફ ધોરણ 12ની પરીક્ષા રદ થશે કે નહી તે નિર્ણય અંગે કંઈ જાણકારી થઈ નથી.

READ ALSO

Related posts

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!