GSTV

ગુજરાત યુનિવર્સિટી વિવાદનું બીજું કેન્દ્ર બની, સમરસ અને યુનિ.ની હોસ્ટેલ શરૂ ન થતા વિદ્યાર્થીઆે મુશ્કેલીમાં

Last Updated on October 27, 2021 by pratik shah

રાજ્યમાં કોરોના કાળપછી વિવિધ યુનિવર્સીટીઓ, સ્કૂલો ક્લાસ વગેરે રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટી વિવાદનું બીજું કેન્દ્ર બની છે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે યુનિવર્સીટીઓ, સ્કૂલો ચાલુ થઇ ગઈ. ત્યારે હજુ સુધી ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલ ચાલુ નથી થઇ.

કોરોનાકાળમાં દેશ અને દુનિયામાં બ્રેક લાગી ગઈ

કોરોનાકાળમાં દેશ અને દુનિયામાં બ્રેક લાગી ગઈ હતી.. બધુ જ બંધ થઇ ગયું હતું. હવે અનલોક થયા બાદ બધુ ચાલુ થઇ ગયું પણ ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની ગતિ ગોકળ ગાયની જ છે. રાજ્ય સરકારની સમરસ હોસ્ટેલો અને ગુજરાત યુનિવર્સિટીની બોયઝ-ગર્લ્સ હોસ્ટેલો હજુ સુધી શરૂ ન કરવામા આવતા રાજ્યના અન્ય  જિલ્લાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહયા છે.

હોસ્ટેલ શરૂ કરવા અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ઉગ્ર માંગ

NSUI દ્વારા આ મુદ્દે યુનિ.માં પણ રજૂઆત કરી હોસ્ટેલ શરૂ કરવા અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ઉગ્ર માંગ કરવામા આવી હતી. હજુ તો વિધિવત કોલેજો શરૂ થઈ નથી પરંતુ દિવાળી બાદ પણ હોસ્ટેલો શરૂ થશે કે કેમ તે પ્રશ્ન છે.

સમરસ બોયઝ હોસ્ટેલ અને સમરસ ગર્લ્સ હોસ્ટેલ હજુ સુધી શરૂ કરવામા આવી નથી

ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચલાવાતી અમદાવાદની ગુજરાત યુનિ.કેમ્પસમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલ અને સમરસ ગર્લ્સ હોસ્ટેલ હજુ સુધી શરૂ કરવામા આવી નથી. સરકારે અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં આવેલી સમરસ હોસ્ટેલોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા કરી છે. પરંતુ અમદાવાદની હોસ્ટેલો માટે કોઈ પ્રક્રિયા કરાઈ નથી. સમરસ હોસ્ટેલ હજુ શરૂ થઈ શકી નથી અને દિવાળી બાદ પણ શરૂ થશે કે કેમ તે હજુ નક્કી નથી. હાલ સમરસ હોસ્ટેલ કોર્પોરેશન હેઠળ છે અને હજુ સુધી સરકારને સોંપાઈ નથી.

nsui

હોસ્ટેલો શરૂ ન થતા યુજી-પીજીના વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે અને ખાસ કરીને અમદાવાદની યુનિ.ઓમાં ભણવા આવતા અન્ય જિલ્લાઓના અને રાજ્ય બહારના વિદ્યાર્થીઓ યુનિ. હોસ્ટેલ અને સમરસ હોસ્ટેલો શરૂ ન થતા રૃપિયા ખર્ચીને પીજીમાં રહેવા મજબૂર છે.

READ ALSO

Related posts

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Pritesh Mehta

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!