લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) એ ગુજરાતમાં જગતના સૌથી મોટા કોક ડ્રમ તૈયાર કર્યા છે. કોક ડ્રમનો ઉપયોગ એનર્જી કંપનીઓમાં થતો હોય છે. આ ડ્રમ એક પ્રકારના અતિ કદાવર વેસલ અથવા ટાંકા છે, જેમાં કોલસો પ્રોસેસ થાય છે. L&Tએ હજીરા ખાતે આવેલા પ્લાન્ટમાં આવા છ ડ્રમ તૈયાર કરી ધરતીના બીજા છેડે આવેલા દેશ મેક્સિકોમાં રવાના કર્યા છે. આ દરેક ડ્રમનું વજન 658 ટન (100થી વધારે આફ્રિકી હાથી જેટલું) છે.

આ ડ્રમ્સ મેક્સિકો સરકારની માલિકીની ઓઇલ કંપની પેમેક્સ (પેટ્રોલીઓસ મેક્સિકેનોસ)ની પેટાકંપની પીટીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચરા દા દેસારોલ્લો (પીટીઆઇ-આઇડી)માં વપરાશે. સુરત નજીક હઝિરામાં સ્થિત એલએન્ડટીના અદ્યતન ‘હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ’માં કોવિડ-19 મહામારી દરમિયાન આ ડ્રમ્સ બનાવાયા હતા. એલએન્ડટીના સિનિયર અધિકારી અનિલ વી પરબે કહ્યું હતું કે, “મહામારીના પડકારો વચ્ચે પણ અમારા ક્લાયન્ટની અપેક્ષાઓ પૂરી કરવાની અને સમયસર કોક ડ્રમ્સ ડિલિવર કરવાની અમને ખુશી છે.”
The Heavy Engineering arm of L&T, dispatched six of the World’s largest Coke Drums weighing 658 tons each for a refinery project in Mexico… https://t.co/O9OglgZM8a #LarsenToubroNews pic.twitter.com/0ENcymw2fS
— Larsen & Toubro (@larsentoubro) January 20, 2022
આ પ્રકારના કદાવર ડ્રમ્સ તૈયાર કરીને કંપનીએ જ પોતાનો અગાઉનો રેકોર્ડ તોડ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટોને ગુજરાતમાંથી આવા કદાવર ઉત્પાદનો પહોંચતા થાય એ ગુજરાતના ઉદ્યોગ જગત માટે પણ એક સિદ્ધિ છે. આ કોક ડ્રમ્સ મેક્સિકોના રાષ્ટ્રીય મહત્વપૂર્ણ રિફાઇનરી પ્રોજેક્ટ માટે આવશ્યક ઉપકરણ છે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં