GSTV
Gujarat Government Advertisement

સરકાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી એક ગાઈડ લાઈન કરે તૈયાર, સખ્ત નિયંત્રણોથી વેપારીઓ નારાજ!

કોરોના

Last Updated on May 12, 2021 by pratik shah

સમગ્ર ગુજરાતના 36 શહેરોમાં કોરોનાના કારણે નિયંત્રણો લગાવી દેવામાં આવ્યા છે જેને લઈને વેપારીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સરકાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી એક ગાઈડ લાઈન તૈયાર કરે અને જરૂર પડે તો દિવસ મુજબ જે તે વેપારને મંજુરી આપે તેવી માંગ કરી રહ્યા છે.

કોરોના

એક ગાઈડ લાઈન તૈયાર કરે અને જરૂર પડે તો દિવસ મુજબ જે તે વેપારને મંજુરી આપે તેવી માંગ કરી રહ્યા

રાજ્યના અનેક શહેરોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. જેના કારણે લોકડાઉન જેવી સ્થિતીમાં નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ભારે તકલીફો પડી રહી છે. હાલમાં સરકારી નિયંત્રણના કારણે નાના લોકોને  નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે.આવા સંજોગોમાં સરકાર કોઈ રાહત પણ આપતી નથી.

સરકાર કોઈ રાહત પણ આપતી નથી

ત્યારે વેપારીઓ કહી રહ્યા છે કે સરકાર દ્વારા વેપારીઓના પ્રતિનિધિ સાથે વાત કરી એક નીતિ તૈયાર કરવી જોઈએ અને અલગ અલગ સેક્ટર ને વાર મુજબ ખુલ્લું રાખવા મંજુરી આપવી જોઈએ…એટલે કે જો સોમવારે કાપડ બજાર અને તેને સંલગ્ન વેપારને મંજુરી આપે તો એજ રીતે અન્ય વારે અન્ય વેપારને મંજુરી આપે જેથી નાના વેપારીઓનું ગુજરાન ચલાવી શકે.પરંતુ સરકાર કોઇપણ આગેવાનો સાથે ચર્ચા કરતી નથી અને સીધા જ આદેશ જાહેર કરી દે છે એટલે મુશ્કેલી સર્જાઈ રહી છે.

અગાઉ સરકારને પત્ર લખી આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા

પરંતુ સરકાર દ્વારા કોઈ હાકારાત્મક નિર્ણય લેવાયો નથી. મહત્વનું છે કે સરકારે નિયંત્રણો યથાવત રાખ્યા જેના કારણે નાના વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે ખરીદેલો માલ બગડવાની ચિંતા છે લાઈટ બીલ જો દુકાન કે શો રૂમ ભાડાના હોય તો તેને ભરવાની ચિંતા સતાવી રહી છે. આ સિવાય જો વાત કરીએ તો ઉદ્યોગોને પ્રોડક્શન માટે મંજુરી તો આપી દીધી.

ઉદ્યોગોને પ્રોડક્શન માટે મંજુરી તો આપી દીધી

પરંતુ જો ખપત જ ના હોય તો કેટલું પ્રોડક્શન કરશે અંતે એ યુનિટ પણ બંધ થઇ જશે.જેથી સરકારે છૂટ આપવી જોઈએ, આમ સરકાર દ્વારા આ અંગે વિચારણા કરે એ જરૂરી છે. સાથે જ સરકાર જે રાહત આપી શકે અંગે પણ નિર્યણ કરે એ જરૂરી છે તો બીજી તરફ એક ગાઈડ લાઈન તૈયાર કરીને વેપારીઓને છૂટ આપવામાં આવે તો ચોક્કસ તે લોકોનું ગુજરાન ચાલુ શકે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!