GSTV

ગુજરાતમાં પણ રેકોર્ડ બ્રેક રસીકરણ, માત્ર બે દિવસમાં આંકડો 4 લાખને પાર, રાજ્યનો રિકવરી રેટ 98.04 ટકા સુધી પહોંચ્યો

કોરોના

Last Updated on June 22, 2021 by pratik shah

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસના કહેરમાં ઘટાડો આવ્યો છે, સંક્રમિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોઁધાતા તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ રસીકરણ અભ્યાન પણ આગળ વધ્યું છે. રાજ્યમાં આજે સાંજ સુધીમાં કુલ 4,78,960 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ વેક્સીનેશનમાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 151 નવા કેસો નોઁધાયા છે. બીજી તરફ 619 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,06,812 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

કેટેગરીગઈકાલ સુધીનું કુલઆજનું સાંજના 5 કલાક સુધીકુલ
1હેલ્થવર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ19547768581955634
2હેલ્થવર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર બીજો ડોઝ112307150411128112
345 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ102572907019910327489
445 વર્ષથી વધુ ઉંમરના બીજો ડોઝ360059397993639858
518-45 વર્ષ સુધી પ્રથમ ડોઝ50389543537805392734
6 18-45 વર્ષ સુધી બીજો ડોઝ9415218283112435
કુલ2,20,68,3024,87,9602,25,56,262

બીજી તરફ રાજ્યનો રિકવરી રેટ 98.04 ટકા સુધી પહોંચ્યો છે.

દેશમાં કોરોના વાયરસને રોકવા માટે આજથી વેક્સિનેશન અભિયાનની ગતિને તેજ બનાવાઈ રહી છે. પહેલા જ દિવસે દેશમાં વેક્સિન બનાવવાનો રેકોર્ડ બનાવી લીધો છે. સરકારી આંક મુજબ અત્યાર સુધી આજે કોરોના વેક્સિનના લગભઘ 70 લાખથી વધુ ડોઝ અપાઈ ચૂક્યાછે.

આજથી દેશના દરેક લોકોને ફ્રીમાં વેક્સિન ઉપલબ્ધ

કેન્દ્ર સરકાર આજથી દેશના દરેક લોકોને ફ્રીમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. કેટલાક દિવસો પહેલા પીએમ મોદીએ આ બાબતમાં જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી વેક્સિનેશન ગતિ તેજ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર વેક્સિનેશન ઉત્પાદનમાંથી 75 ટકા હિસ્સો ખરીદવાનો નિર્ણય લીધો છે. જ્યારે કે 25 ટકા પ્રાઈવેટ હોસ્પિટલો દ્વારા ખરીદાશે.

સાંજે 5 વાગ્યા સુધી લગભગ 70 લાખ વેક્સિનના ડોઝ લગાવાઈ ચૂક્યા

કેન્દ્ર સરકાર હવે વેક્સિન ખરીદીને રાજ્ય સરકારને પોતે આપશે. જ્યારે પહેલા રાજ્યોને પણ વેક્સિન ખરીદવા માટે કહેવાયું હતું. આજ સવારથી જ વેક્સિનેશન અભિયાન ખૂબજ ઝડપથી ચાલી રહ્યું છે. આ કારણે સાંજે 5 વાગ્યા સુધી લગભગ 70 લાખ વેક્સિનના ડોઝ લગાવાઈ ચૂક્યા છે.

READ ALSO

Related posts

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

મોટા સમાચાર/ GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા, જાણી લો કઈ રહી બંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!