GSTV
Gujarat Government Advertisement

S.T. નિગમને દિવાળી ફળી, એકસ્ટ્રા સંચાલનમાં 5.44 કરોડની આવક

ST બસો

Last Updated on October 28, 2019 by Bansari

એસ.ટી.નિગમને દિવાળી  ફળી હોય તેમ આ વર્ષે  એક્સ્ટ્રા સંચાલનમાં પાંચ દિવસમાં જ  નિગમને ૫.૪૪ કરોડની ધરખમ આવક થવા પામી છે. જે ગત વર્ષની તુલનામાં ૨.૧૮ કરોડની વધુ આવક દર્શાવે છે.તા.૨૨ થી ૨૬ ઓક્ટોબર સુધીના ગાળામાં  કુલ ૨,૫૩,૯૧૧ મુસાફરોએ મુસાફરી કરી હોવાનું નિગમના અધિકારીઓનું કહેવું છે. મોબાઇલ અને ઓનલાઇન ઇ-ટિકિટ બુક કરાવવા ઉપર ૧૦ ટકા વળતર મળતું હોવાથી આ વર્ષે તા.૨૬ ઓક્ટોબર સુધીના પાંચ દિવસમાં જ ૪૨,૩૧૨ લોકોએ તેનો લાભ લીધો છે. 

દિવાળીના તહેવારોને ધ્યાને લઇને નિગમ દ્વારા ગત તા.૨૨ ઓક્ટોબરથી એકસ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું હતું. અમદાવાદ વિભાગમાંથી જ તા.૨૬ ઓક્ટોબર સુધીમાં ૮૫૦ એકસ્ટ્રા બસો વિવિધ  સ્થળોએ દોડાવાઇ હતી. સમગ્ર રાજ્યમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી.ના મુસાફરો બમણા વધ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.

 આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ  દિવાળીમાં એક્સ્ટ્રા બસોનું એકસ્ટ્રા ભાડુ ન વસુલવાના લેવાયેલા નિર્ણયને કારણે મુસાફરો ે એસ.ટી.બસો તરફ વળ્યા  છે. વળી મોબાઇલ એપ કે ઓનલાઇન ટિકિટ બુક કરાવવા પર ૧૦ ટકા વળતરની રાહત યોજનાએ પણ મુસાફરોને વધુ મોટી રાહત આપી છે. 

નોંધપાત્ર છેકે તા.૨૨ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધીના સમયગાળામાં ગત વર્ષે  એકસ્ટ્રા  સંચાલનમાં નિગમને ૩,૨૬ કરોડની આવક થઇ હતી. તેની સામે આ વર્ષે ૫.૪૪ કરોડની આવક થઇ છે. ગત વર્ષે મોબાઇલ એપથી ૯,૨૮૫ ટિકિટ બુક મુસાફરોએ કરાવી હતી. તેની સામે આ વર્ષે ૩૫,૬૦૬  મુસાફરોએ મોબાઇલ એપથી ટિકિટ બુક કરાવી છે. ગત વર્ષે ઓનલાઇન ઇ-ટિકિટ ૨૩,૨૨૫ મુસાફરોએ કરાવી હતી. તેની સામે આ વર્ષે ૩૯,૨૧૬ મુસાફરોએ  ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે. 

કુલ ટિકિટ બુકિંગની વાત કરીએ તો ગત વર્ષે ૧,૩૮,૮૬૫ ટિકિટ બુક થઇ હતી. તેની સામે આ વર્ષે ૨,૫૩,૯૧૧ ટિકિટ બુક થઇ હોવાનું અધિકારીઓનું કહેવું છે. આમ આ વર્ષે ખાનગી વાહનોના બમણા ભાડા વચ્ચે એસ.ટી.નિગમ દ્વારા મુસાફરોને ભાડામાં અપાયેલી રાહતોને લઇને  મુસાફરોએ એસ.ટી.ને વધુ પસંદ કરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ/ GIDCમાં મુખ્યમંત્રીએ નવનર્મિત વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, વટવાના 700 જેટલા ઉદ્યોગોને મળશે લાભ

pratik shah

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

અમદાવાદ: સોલા વિસ્તારમાં નાની લારી ચલાવી ગુજરાન ચલાવતા દંપતિને ત્રણ શખ્સો હેરાન કરતા પોલીસે રક્ષણ આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!