રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા તંત્રે રાજ્યભરમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા. કોરોનાની મહામારી દરમ્યાન કોરોનાના દર્દીઓ છેતરાય નહીં કે અંધારામાં ના રહે તે માટે સરકારે દરોડા પાડ્યા હતા. રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

ત્યારે બીજી તરફ દર્દીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે રોગને કાબૂમાં લેવા માટે કોરોના સંબધી ઉપકરણો જેમકે ઓક્સીમીટર, ડીઝીટલ થર્મોમીટર, ઈન્ફ્રારેડ થર્મોમીટર, ઈસીજી મોનીટરસ સેનીટાઈઝર, માસ્કની બહોળા પ્રમાણમાં ખરીદી સતત વધી રહી છે. ત્યારે આ તમામ વસ્તુઓ પર ઉત્પાદક, પેકર, ઈમ્પોર્ટરનું નામ સરનામું પ્રોડકનું નામ એમઆરપી તમામકરવેરા સહિત દર્શાવવું ફરજીયાત છે. તેમાં કોઈ ચેડા ના સર્જાય તે હેતુસર દરોડા પાડવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યભરમાં દરોડા પાડતા 40 જેટલા એકમો નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા. અને તંત્રે આ તમામ એકમોને આકરો દંડતો ફટકાર્યો સાથે સાથે નોટીસ પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે કાળાબજારીઓ પણ આ મહામારીમાં સંગ્રહખોરીને પ્રોત્સાહન આપતા હોય છે. સરકારે એકમોને અંદાજીત 5 લાખનો દંડ ફટકાર્યો હતો.

અમદાવાદમાં કોરોનાનાં કેસમાં વધારો થવાના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. ત્યારે શહેરનાં ટાગોર હોલ પર કોરોનાનાં ટેસ્ટ માટે લોકોની કતાર જોવા મળી હતી. કોરોનાનો ટેસ્ટ કરવા માટે લોકો વહેલી સવારથી જ ડોમ પર આવી ગયા હતાં. તો બીજી તરફ શહેરનાં લોકોમાં કોરોનો ટેસ્ટ કરાવવા માટે જાગૃતિ પણ જોવા મળી હતી.

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની અસર દેખાઈ રહી છે. રાજ્યમાં ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 હજાર 966 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 12 લોકોના મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8391 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.

શહેરોમાં કેસ
- અમદાવાદ 8391
- સુરત 3318
- રાજકોટ 1259
- વડોદરા 1998
- રાજ્યમાં એક્ટીવ કેસ 90,726
- આજે કોરોના વેક્સિનના 2.02 લાખ ડોઝ અપાયા
- અત્યાર સુધી કુલ 9.55 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે
રાજ્યમાં એક્ટિવ કેસ 90 હજારને પાર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં 20966 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 12 દર્દીઓના મોત થયા છે અને 9 હજાર 828 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક્ટિવ કેસ પણ 90 હજારને પાર થયાં છે. આજરોજ જાહેર કરેલા આંકડા મુજબ 90,726 એક્ટિવ કેસ છે. તેમાથી 125 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 90,601 દર્દી સ્ટેબલ છે.
READ ALSO
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં