ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોની ચૂંટણી બે તબક્કે યોજાવાની છે. પ્રથમ તબકકામાં ૧૯ જીલ્લાની ૮૯ બેઠકોમાં મતદાન યોજાશે. જેમાં કચ્છ જિલ્લામાં પણ મતદાન થશે. જાહેર પ્રચાર પડાધમ પર મંગળવાર સાંજાથી જ પડદો પડી ગયો છે અને ઉમેદવારોએ છેલ્લી ઘડીના કાવાદાવા-પોલ પાડવા ઉપરાંત ડોર-ટુ-ડોર સંપર્કનો આશરો લીધો છે. કચ્છ જિલ્લાની ૬ બેઠકોની ચૂંટણી માટે સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટેની તૈયારીઓ નો ધાધમાટ શરૃ કરી દેવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ ૧૬,૩૪,૬૭૪ મતદારો નોંધાયેલા છે.તેમના માટે કુલ ૧૮૬૧ મતદાન મ થકોઉભા કરી દેવાયા છે. કચ્છ જિલ્લામાં કુલ ૧૬,૩૪,૬૭૪ મતદારો નોંધાયા છે. જેમાં ૮,૪૪,૪૮૮ પુરુષ મતદારો ,૭,૯૦,૧૭૪ મતદારો તાથા અન્ય ૧૨ મતદારોનો સમાવેશ થાય છે.

કચ્છ જિલ્લાની વિધાનસભાની ૬ બેઠક માટે કુલ ૫૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. કચ્છની છ બેઠકો ઉપર ડમી સહિતના ૯૩ ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા હતા. ફોર્મ ચકાસણીના રોજ ૨૧ ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરતા ૭૨ ઉમેદવારો લીસ્ટમાં રહ્યા હતા જ્યારે ૧૭ ઉમેદવારોના નામાંકન પત્રો પરત ખેંચાયા હતા. આમ, કચ્છની ૬ બેઠક ઉ૫ર ૫૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં રાપર બેઠક પર ૧૧ ઉમેદવારો, ભુજમાં ૧૦, અંજારમાં ૭, ગાંધીધામ- ૯, અબડાસા ૧૦ અને માંડવી બેઠક પર ૮ ઉમેદવારો મેદાનમાં અડીખમ છે. કચ્છની ૬ બેઠકો પર હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે આરપારનો ચૂંટણી જંગ ખેલાશે. કચ્છ જિલ્લાની ૬ બેઠકો માટે કુલ ૫૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાથી આ વખતે ત્રિપાંખીયો જેવો જંગ છે. ભાજપ, કોંગ્રેસ તાથા આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાથી ત્રણેય પક્ષો વચ્ચે સીધો જંગ છે. ૫૫ ઉમેદવારોમાંથી ૫૩ પુરૃષ તાથા ૩ મહિલા ઉમેદવારો છે.
શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ જિલ્લા ચૂંટણી અિધકારી અને કલેક્ટર દ્વારા મતદાન માથકો સુધી સાંજ સુાધીમાં તમામ ચૂંટણી અધિકારીઓ પહોંચી જાય તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી અને રાત્રિ રોકાણ કરીને ચૂંટણી અિધકારીઓ મતદાન માથક તૈયાર કરી નાખશે. તમામ મતદાન સ્ટાફ ની નિમણૂક ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં રેન્ડમાઇઝેશન પદ્ધતિ દ્વારા કરવામાં આવશે.
પ્રથમ તબકકાના મતદાન માટે ચૂંટણીતંત્ર દ્વારા તૈયારી પુરી કરી લેવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ૪૪૧ સેવા મતદારો(સર્વિસ વોટર) નોંધાયા છે. જિલ્લાના મતદાન માથકોએ બીયુ ૨૮૩૦, સીયુ ૨૪૯૯ અને વીવીપેટ ૨૭૬૧નો ઉપયોગ કરાશે. કચ્છ જિલ્લામાં કુલ ૧૮૬૧ મતદાન માથકો ઉપર મતદાનની પ્રક્રિયા યોજાશે. જિલ્લામાં ૫૩૦ જેટલા સંવેદનશીલ મતદાન માથકો નોંધાયેલા છે.
READ ALSO
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો