GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

ગૃહમંત્રીના શહેરમાં દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા! ફાસ્ટ ફૂડની આડમાં દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો, વેચાણની રીત જોઈને પોલીસ પણ માથું ખજંવાળતી રહી

ગુજરાત રાજ્યમાં દારૂબંધી ફક્ત કાગળ પર કે નામ પર જ રહી ગઈ છે. રાજ્યમાં વાંરવાર દારૂના ઝડપાતો રહેતો હોય છે. સુરતના વેસુ વિસ્તારમાંથી ફાસ્ટ ફૂડની આડમાં દારૂનું વેચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના વેસુ ખાતે ફાસ્ટ-ફૂડની લારી ચલાવતા શખ્સના એપાર્ટમેન્ટમાં વેસુ પોલીસે દરોડા પાડ્યા હતા.

ઘરેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ સહિત બિયરના ટીન મળી આવ્યા

ફાસ્ટ-ફૂડની લારી ચલાવતો શખ્સ લારી પર આવતા માનવતાં ગ્રાહકોને દારૂનો સપ્લાય કરતો હતો અને ગ્રાહક જે માંગે તેમની પસંદગીનો દારૂ પહોંચાડતો હતો.

  • ફાસ્ટ ફૂડની આડમાં દારૂનું વેચાણ
  • વેસુ ખાતેથી શખ્સની પોલીસે કરી ધરપકડ
  • ફાસ્ટ-ફૂડની લારી ચલાવતા શખ્સના ઘરે વેસુ પોલીસનો છાપો
  • ઘરેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ સહિત બિયરના ટીન મળી આવ્યા
  • વેસુના હાઈટેક રેસિડેન્સીના ફ્લેટમાં છાપો મારી સુનિલ મહેશચંદ્ર શાહની કરી ધરપકડ
  • આરોપીના ફ્લેટમાં છાપો મારી 50 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો
  • ફાસ્ટ ફૂડની લારી પર આવતા માનવતાં ગ્રાહકોને સપ્લાય કરવામાં આવતો હતો દારૂ

ફાસ્ટ-ફૂડની લારી ચલાવતા શખ્સના ઘરે વેસુ પોલીસનો છાપો

વેસુ વિસ્તારમાં હાઈટેક રેસિડેન્સીમાં પોલીસને દરોડા દરમ્યાન અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ સહિત બિયરના ટીન ઝડપી પાડ્યાં હતા. સુરત શહેરની વેસુ પોલીસે 50 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી  આરોપી સુનિલ મહેશચંદ્ર શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

ફ્લેટમાં મોંઘીદાટની વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી.જ્યાં ફ્લેટમાંથી વેસુ પોલીસે સુનિલ મહેશચંદ્ર શાહની ધરપકડ કરી હતી.આરોપી પાસેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને બિયરના ટીન મળી કુલ 50 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દારૂના જથ્થા અંગે વેસુ પોલીસ દ્વારા આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી હતી.જ્યાં જાણવા મળ્યું હતું કે,પોતે વેસુ વિસ્તારમાં ફાસ્ટફૂડ નો ટેમ્પો ચલાવે છે.જે ફાસ્ટફૂડની આડમાં માનીતા ગ્રાહકોને દારૂની બોટલો પણ સપ્લાય કરવામાં આવતી હતી.વિદેશી દારૂનો જથ્થો કોના પાસેથી લાવવામાં આવતો હતો તે દિશામાં વેસુ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ

Rajat Sultan

Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે

Nakulsinh Gohil

વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી

Rajat Sultan
GSTV