GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

બોલો મકાનમાં દારૂનું બનાવ્યું ગોડાઉન! પોલીસ પણ દરોડા દરમ્યાન ચોંકી ઉઠી, 11.26 લાખનો મુદ્દામાલ ઝડપાયો

ગુજરાત રાજ્યમાં દારૂબંધીએ ફક્ત નામપૂરતી હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના સુરત શહેરમાંથી એક રહેણાંક મકાનમાંથી દારૂનું ગોડાઉન ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. સુરતના ગોડાદરા વિસ્તારની નારાયણનગર સોસાયટીમાં એક મકાનમાં ગોડાઉન બનાવી તેમાં ટેમ્પો અંદર લઈ દારૂ ખાલી કરતા દંપત્તિ સહિત ચારને ગોડાદરા પોલીસે ઝડપી પાડી રૂ.3.35 લાખનો દારૂ, રોકડા રૂ.2 લાખ, ટેમ્પો, બે મોપેડ સહિત કુલ રૂ.11.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગોડાઉનનો દરવાજો ખોલી પોલીસે અંદર તપાસ કરી

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે ગોડાદરા પોલીસે ગતસાંજે નારાયણનગર સોસાયટી ઘર નં.20/એ માં રેડ કરી હતી.અહીં મકાનમાં બનાવેલા ગોડાઉનનો દરવાજો ખોલી પોલીસે અંદર તપાસ કરી તો ત્યાં ટેમ્પો ( નં.જીજે-15-એટી-6993 ) માંથી ત્રણ પુરુષ અને એક મહિલા દારૂના બોક્સ ખાલી કરી રહ્યા હતા.પોલીસે સ્થળ પરથી રાકેશકુમાર ઠાકોરદાસ પાસવાલા ( ઉ.વ.49 ), તેમના પત્ની ફાલ્ગુનીબેન ( ઉ.વ.46 ) ( બંને રહે.112, શામળાધામ સોસાયટી, દેવધ ગામ રોડ, ગોડાદરા, સુરત ), પ્રમોદ રામભાઈ ધોબી ( ઉ.વ.29, રહે.અંબા માતાના મંદિરની પાછળ, સેલસુંબા ગામ, વલસાડ. મૂળ રહે.ઉત્તરપ્રદેશ ) અને સંતોષ કવિલાલ તિવારી ( ઉ.વ.28, રહે.પાવર હાઉસ, ગોકુળ સાયકલ પાછળ, ઉમરગામ, વલસાડ ) ને ઝડપી લીધા હતા.

પોલીસે સ્થળ પરથી રૂ.3,35,300 ની મત્તાની દારૂની 830 મોટી બોટલ અને બીયરના ટીન, ફાલ્ગુનીબેનનું એક મોપેડ અને એક ઇલેક્ટ્રીક મોપેડ, ફાલ્ગુનીબેન પાસેથી મંગાવેલા દારૂના પેમેન્ટના રોકડા રૂ.2 લાખ, ટેમ્પો, પાંચ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ.11,26,300 નો મુદ્દામાલ કબજે કરી દારૂ મોકલનાર મનોજ પટેલ ( રહે.આલાફ્રાઇડસ બિલ્ડીંગ, ગાંધીવાડી પાસે, ઉમરગામ, વલસાડ ) અને કનૈયાલાલ ભાઈદાસ સાલુંકે ( રહે.ઈ-107, સુખસાગર સોસાયટી, સ્વપ્નલોક ફાટક પાસે, ઉમરગામ, વલસાડ ) ને વોન્ટેડ જાહેર કર્યા હતા.પાસવાલા દંપત્તિ અહીં દારૂનો સંગ્રહ કરી બાદમાં છૂટક વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

READ ALSO

Related posts

અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે

Rajat Sultan

માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો

Nakulsinh Gohil

સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ

Pankaj Ramani
GSTV