GSTV

અતિ કામનું/ રાજ્યના હડતાળીયા રેસિડેન્ટ તબીબોને સરકારની સીધી ધમકી, બોન્ડ તોડ્યા તો 40 લાખ રૂપિયા ભરવા પડશે

નીતિન

Last Updated on August 6, 2021 by pratik shah

રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગેરકાયદે ગણાવી છે. હડતાળીયા ડોક્ટરને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચેતવણી આપી પણ છે. ડે, સીએમે જણાવ્યું કે 31 જુલાઈ સુધી કોરોના પિક પર હતો. અને પરિપત્ર કર્યો હતો. એમબીબીએસ કર્યા બાદ જે વિષય પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે તેમને પ્રોત્સાહન આપ્યું હતું. જે વિદ્યાર્થીઓ સરકારના સ્ટાઈપન્ડ પર ભણ્યા છે તેમને બોન્ડ કરીને સેવા આપવાની રહેશે. અને જો બોન્ડ તોડે તો 40 લાખ રૂપિયા ભરવાના રહેશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગેરકાયદે ગણાવી

doctor

જો બોન્ડ તોડે તો 40 લાખ રૂપિયા ભરવાના રહેશે

રાજ્યમાં રેસિડેન્ટ તબીબો તેમની પડતર માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેને કરણે તબીબી સેવા પર અસર પડી હતી. તબીબોને બોન્ડ યોજના, સાતમા પગાર પંચ સહિતની માંગણીઓ પુરી કરવા માંગ કરી રહ્યા છે. વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતની સિવિલ હોસ્પિટલોમાં રેસિડેન્ટ તબીબોએ સુત્રોચ્ચાર કરી દેખાવ કર્યા.  જુનિયર ડૉકટર એસોસિએશને જણાવ્યું કે, રાજ્યમાં કોવિડના બીજા વેવમાં પણ તબીબોએ ખડે પગે ઊભા રહી સેવા આપી છે. સરકારે તબીબોની અછત નિવારવા માટે બોન્ડેડ તબીબો પાસેથી સેવા લેવાનું નક્કી કર્યું હતું.. આશરે ૧૪૦૦ જેટલા તબીબોના ઓર્ડર પણ કર્યા હતા. જોકે તબીબોએ વિરોધ કરીને હાજર નહી થતાં ૪૦૦ જેટલા તબીબો સામે એફ.આઈ.આર પણ થઈ હતી.. આ બાબતે તબીબો કોર્ટમાં ગયા હતા. જો કે ચુકાદો હજુ બાકી છે.. સુરત જુનિયર ડૉકટર એસોસિએશને તબીબોને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્યમાં રેસિડેન્ટ તબીબો તેમની પડતર માગણીઓને લઈ હડતાળ પર

ભાવનગરમાં જુનિયર ડોકટર્સ હડતાળ પર ઉતર્યા હતા..પડતર માંગણીઓનો સંતોષકારક પ્રત્યુત્તર નહિ મળતા હડતાળ પાડી હતી..હડતાળ પર ઉતરેલા તબીબોએ સાતમાં પગાર પંચની માંગ કરી હતી.. આ ઉપરાંત અન્ય રાજયોની માફક ભાવનગરમાં પણ બોન્ડની યોજના લાગુ કરવા માંગણી કરી હતી.

સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબોએ બીજા દિવસે પણ હડતાળ પાડી. રેસિડન્ટ તબીબોએ પડતર પ્રશ્નો અંગે સૂત્રોચાર કરી પોતાની રજૂઆત મૂકી હતી. તબીબોને તેમના બોન્ડ તેમજ સાતમા પગાર પંચ સહિતની માંગણીઓ પુરી કરવા માંગ કરી હતી.. 26 જેટલા તબીબોની ગામડાઓમાં બદલી કરી દેવામાં આવી હોવાનો આરોપ મુક્યો હતો. સુરત જુનિયર ડૉકટર એસોસિએશન દ્વારા પ્રેસિડેન્ટ તબીબોને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જુનિયર ડૉકટર એસોએ જણાવ્યું હતુ છે કે રાજ્યમાં કોવિડના બીજા વેવમાં પણ તબીબોએ ખડે પગે ઊભા રહી સેવા આપી છે.સરકારે તબીબોની અછત નિવારવા માટે બોન્ડેડ તબીબો પાસેથી સેવા લેવાનું નક્કી કર્યું હતું..આશરે ૧૪૦૦ જેટલા તબીબોના ઓર્ડર પણ કર્યા હતા.જોકે તબીબોએ વિરોધ કરીને હાજર નહી થતા ૪૦૦ જેટલા તબીબો સામે એફ.આઈ.આર પણ થઈ હતી..આ બાબતે તબીબો કોર્ટમાં ગયા હતા. જો કે ચુકાદો હજુ બાકી છે.

વડોદરાના સયાજી હોસ્પિટલના નિવાસી તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા  હતા..સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ બહાર નિવાસી તબીબોએ દેખાવો કર્યા હતા.500 થી વધુ નિવાસી તબીબો હડતાળ પર ઉતરતા મેડિકલ સેવાઓ પર અસર પડી હતી..તબીબોએ 7 માં પગાર પંચ અનુસાર પગાર આપવા માંગ કરી હતી..તબીબોએ કહ્યું હતુ કે કોવિડ ડયુટી કરનાર બોન્ડેડ નિવાસી તબીબો માટે સરકારે કરેલા આદેશનું પાલન ન કર્યું..સરકારે નવો આદેશ બહાર પાડી તબીબોને દૂર અંતરીયાળ ગામોમાં ફરજ સોંપી હતી.સિનિયર નિવાસી તબીબોને બોન્ડમાં ગણી લેવાની પણ  માંગ  કરી હતી.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!