GSTV

ગુજરાતને બખ્ખા: રિલાયન્સ 60 હજાર કરોડનું કરશે રોકાણ, જામનગરમાં બનશે દુનિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી કોમ્પલેક્સ

Last Updated on June 24, 2021 by Karan

રિલાયન્સની એજીએમમાં આજે સૌથી મોટી જાહેરાતો થઈ છે. મુકેશ અંબાણીએ કહ્યું કે 2016માં અમે ડિજિટલ ડિવાઈડને ભરવા માટે જિઓની શરૂઆત કરી હતી. રિલાયન્સ 2021 માં પોતાનો નવો એનર્જી બિઝનેસ શરૂ કરવા જઈ રહી છે. અમારો હેતુ આ દ્વારા ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો છે. રિલાયન્સ આગામી 15 વર્ષમાં નેટ શૂન્ય-કાર્બન કંપની બનશે.જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પલેક્સ બનશે. જે દુનિયાનું સૌથી મોટું ગ્રીન એનર્જી હબ હશે.ધીરૂભાઈ અંબાણી ગીગા કોમ્પલેક્સમાં કામ શરૂ થશે. જામનગર ખાતેના Giga Complexમાં કામ શરૂ થશે. ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સમાં 4 ફેક્ટરી હશે. રિન્યૂએબલ એનર્જમાં 60,000 કરોડનું રોકાણ કરીશું. આ આજે આ મીટિંગમાં સૌથી મોટી જાહેરાત છે.

NEW ENERGY BIZ માં RIL ની લિડરશીપ હશે

jio
  • ગ્લોબલ ન્યૂ એનર્જી એજન્ડા પર ફોકસ થઈ રહ્યુ છે
  • 2021માં NEW ENERGY BIZ લોન્ચ કરીશું
  • NEW ENERGY BIZ માં RIL ની લિડરશીપ હશે
  • NEW ENERGY BUSINESSમાં RIL આગેવાની કરશે
  • 15 વર્ષોમાં NET ZERO કાર્બન કંપની બનીશું

જામનગરમાં થશે સૌથી મોટું રોકાણ

જામનગર શહેરમાં 5 હજાર એકર જમીન પર આ કોમ્પલેક્સ બનશે, ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્ષ પણ બનાવવામાં આવશે. મુકેશ અંબાણીએ સંબોધનમાં જણાવ્યું હતું કે પરંપરાગત એનર્જીની જગ્યા પર ન્યૂ એનર્જી એટલે કે સોલર ક્ષેત્રે ગ્રીન એનર્જી પર પર વધુ ફોકસ કરવામાં આવશે.

2030 સુધીમાં ગ્રીન એનર્જીનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે

ગ્રીન એનર્જીનું લક્ષ્ય 2030 સુધીમાં પ્રાપ્ત થશે. આ સિવાય કંપની ન્યુ મટિરિયલ અને ગ્રીન કેમિકલ્સ પર પણ વિચાર કરી રહી છે. રિલાયન્સ હાઇડ્રોજન અને સોલર ઇકોસિસ્ટમ્સને ટેકો આપવા માટે વર્લ્ડ સ્કેલ કાર્બન ફાઇબર પ્લાન્ટ્સનો વિકાસ કરશે.

100 ગિગાવોટ સોલાર એનર્જી ઉત્પન્ન કરવાનું લક્ષ્યાંક

ગ્રીન એનર્જી તરફ એક પગલું ભરતાં, રિલાયન્સ ન્યૂ એનર્જી કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે. જામનગરમાં 5000 હજાર એકરમાં ધીરૂભાઇ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ બનાવવાની તૈયારી ચાલી રહી છે. રિલાયન્સનું લક્ષ્ય છે 100 ગિગાવોટ સૌર ઉર્જાનું ઉત્પાદન કરવાનું છે. મુકેશ અંબાણીને શેરધારકોને સંબોધતા કહ્યું કે, રિલાયન્સ રિટેલ આગામી ત્રણ વર્ષમાં 10 લાખથી વધુ નોકરીઓ આપશે.

સાઉદી અરામકોના ચેરમેન રિલાયન્સ બોર્ડમાં સામેલ

વાય.પી. ત્રિવેદી રિલાયન્સ બોર્ડમાંથી નિવૃત્ત થયા છે. તે લગભગ 30 વર્ષ સુધી રિલાયન્સના બોર્ડમાં હતા. જેઓ 92 વર્ષના છે. તેમની જગ્યાએ સાઉદી અરામકોના ચેરમેન અને ગવર્નર યાસિર અલ-રુમાયાનને બદલવામાં આવ્યા છે. શેરધારકોને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે, કંપનીનો ચોખ્ખો નફો 34.8% વધી `53,739 Cr (YoY) રહ્યો છે. રિલાયન્સે છેલ્લા એક વર્ષમાં 75,000 નવી નોકરીઓ આપી છે.

જિઓ દેશની સૌથી મોટી ડિજિટલ કંપની

જિઓ એ દેશની સૌથી મોટી ડિજિટલ કંપની છે. મહેસૂલ અને ઇબીઆઇટીડીએમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.. જિઓ આવક અને વપરાશકારોમાં સૌથી મોટી લીડર બની છે. વર્ષ દરમિયાન, રિલાયન્સ જિઓમાં કુલ 37.9 મિલિયન ગ્રાહકો ઉમેર્યા છે. હવે અમે અમારા નેટવર્ક પર 425 મિલિયનથી વધુ ગ્રાહકોની સેવા આપીએ છીએ. અમારી પાસે 22માંથી 19 વર્તુળોમાં રેવેન્યૂ માર્કેટ લીડરશીપ છે.

નીતા અંબાણીએ જણાવ્યું કે, ભારતમાં દર 10માંથી 1 કોરોના દર્દીને ઓક્સિજન પૂરો પાડ્યો છે. આ વર્ષથી જિયો ઇન્સ્ટીટ્યુટના નવી મુંબઈ ખાતેના કેમ્પસમાં એકેડેમિક સેશન શરૂ થશે. Jio ઈન્સ્ટિટ્યુટ પણ આ વર્ષથી જ શરૂ થશે.

READ ALSO

Related posts

દિવાળી બોનસથી લઇને લીવ ઓન કેસની રકમ જ એજન્સીઓ ચાઉં કરી ગઇ, આઉટસોર્સિંગના કર્મચારીઓનો ગંભીર આક્ષેપ

Dhruv Brahmbhatt

જો આજે બાલા સાહબ ઠાકરે હોત તો….. સમીર વાનખેડેની પત્નીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર

pratik shah

રણનીતિકાર પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી: જો કોંગ્રેસ માનતી હોય કે ભાજપ જલ્દી સત્તા પરથી હટી જશે તો તે તેમની મિથ્યા છે! રાહુલ જાણે છે મોદીની તાકાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!