GSTV

બેટી બચાઓ- સરકાર! ધ્રોલ નજીક દર્શનાર્થે જતા દંપતીને આંતરી પત્ની પર સામૂહિક દુષ્કર્મ- શું મહિલાઓ માટે ગુજરાત બની રહ્યું છે અસલામત?

શું ગુજરાત હવે યુપી અને બિહાર બનવા જઈ રહ્યું છે. રાજ્યમાં દુષ્કર્મના કેસોમાં ઉત્તરોતર વધરો થઈ રહ્યો છે. નોંધનીય છે કે ધ્રોલ માં વધુ એક સામૂહિક દુષ્કર્મ નો કિસ્સો પ્રકાશમાં આવતા હાહાકાર મચી ગયો છે. એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે નોકરી કરતી હંગામી મહિલા કર્મચારી  પોતાના પતિ સાથે મંદિરે દર્શનાર્થે જઈ રહી હતી ત્યારે  માર્ગમાં નિર્જન સ્થળે ધ્રોલના શખ્સોએ આવી ભોગ બનનાર મહિલાના પતિને છરી બતાવી મારકૂટ કરી ભગાવી દીધો હતો, ત્યાર પછી મહિલાનું અપહરણ કરી જઇ બે શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.

મહિલાનું અપહરણ કરી જઇ બે શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું

નોંધનીય છે કે આ અંગેની ફરિયાદ નોંધાયા પછી  પોલીસ તંત્ર હરકતમાં આવી ગયુંહતુ, અને બંને શખ્સોની શોધખોળ ચલાવી આજે બપોરે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચે બંનેને પકડી પાડયા છે. ધ્રોલમાં રહેતી 25 વર્ષીય યુવતી કે જે ધ્રોલના ગ્રામ્ય પંથકમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે હંગામી કર્મચારીની નોકરી કરેછે.જે ગઈકાલે બપોરે પોતાની ફરજ પૂરી કરીને નર્સનો ડ્રેસ પહેરીને ઘેર આવી હતી.

બપોરે અઢી વાગ્યાના અરસામાં પોતાના પતિ સાથે એક્ટિવા પર બેસીને ધ્રોલથી બે કિલોમીટર દુર આવેલા મેલડી માતાના મંદિરે દર્શન કરીને થોડે દૂર ગોરડીયા હનુમાનજી નું મંદિર આવેલું છે, ત્યાં પણ દંપતી દર્શનાર્થે જઈ રહ્યું હતું. ત્યારે નિર્જન રસ્તા પર ડબલ સવારી બાઈકમાં આવેલા 2 શખ્સોનો ભેટો થયો હતો, અને આ નિર્જન સ્થળે તમે શું કરો છો તેવો પ્રશ્ન કરતા બંને જણાવ્યું હતું કે, અમે બંને પતિ-પત્ની છીએ અને દર્શન કરવા જઈએ છીએ.

નિર્જન સ્થળે તમે શું કરો છો તેવો પ્રશ્ન કરતા બંને જણાવ્યું હતું કે, અમે બંને પતિ-પત્ની છીએ અને દર્શન કરવા જઈએ છીએ

 પરંતુ આ બંને શખ્શો ધ્રોલમાં ગાયત્રી ચોકમાં રહેતા કાદર ઉર્ફે ઓઢીયો ડફેર અને અઝહરૂદ્દીન ઉર્ફે અજુડો જૂણેજા કે જે બંનેને ભોગ બનનારનો પતિ ઓળખે છે, જે બંને શખ્સોએ સૌપ્રથમ ભોગ બનનારના પતિને મારકૂટ કરી હતી અને છરી કાઢી ભગાડી મૂક્યો હતો. ત્યાર પછી તેની પત્નીને બન્ને શખ્સોએ મોટરસાઇકલની વચમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. જ્યાંથી એકાદ કિલોમીટર દૂર સુધી લઈ જઈ એક વોકળાની નીચે નિર્જન સ્થળે છરી બતાવીને બંને શખ્સોએ પરિણીતા પર વારાફરથી દુષ્કર્મ ગુજાર્યું હતું.

નિર્જન સ્થળે છરી બતાવીને બંને શખ્સોએ પરિણીતા પર વારાફરથી દુષ્કર્મ ગુજાર્યું

ત્યાર બાદમાં બંને આરોપીએ ભોગ બનનાર અને તેના પતિના ઝૂંટવી લીધેલા મોબાઈલ ફોન પરત આપી દીધા હતા અને ત્યાંથી ચાલતી પકડી હતી. બાદમાં પગપાળા ચાલીને પોતાના એકટીવા સુધી પહોંચી હતી.  દરમિયાન તેણીનો પતિ અન્ય મિત્ર સાથે ત્યાં આવી પહોંચતા સમગ્ર બનાવ અંગેની જાણ કરી હતી.

ત્યાંથી ચાલતી પકડી હતી. બાદમાં પગપાળા ચાલીને પોતાના એકટીવા સુધી પહોંચી

જેથી સૌ પ્રથમ દંપતિ જોડીયા ગામે પહોંચ્યુ હતું. જ્યાં  યુવતીના પિતા રહેતા હોવાથી તેમને સમગ્ર ઘટનાની જાણ કરતા આ મામલો પોલીસ મથકે લઇ જવા નું નક્કી કર્યું હતું. અને મોડી રાત્રે સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથકે લઇ જવાયો હતો. જ્યાં ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે ઉપરોક્ત બંને આરોપીઓ કાદર ઉર્ફે ઓઢીયો ડફેર અને અઝહરૂદ્દીન ઉર્ફે અજુડો જુણેજા સામે સામૂહિક દુષ્કર્મ ગુજારવા અંગે ગુનો નોંધ્યો છે. જ્યારે ભોગ બનનારને મેડિકલ તપાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપી હતી. તેમજ ધ્રોલ પોલીસે ચોતરફ નાકાબંધી કરી બંને આરોપીઓને પકડી લેવા માટે કવાયત શરૂ કરી દીધી હતી. સમગ્ર રાત્રિ ભર કોમ્બિંગ હાથ ધર્યું હતું, બાદમાં આજે બપોરે ધ્રોલ-રાજકોટ વચ્ચે ધ્રોલ પંથકમાંથી જ એલસીબીએ બંનેને પકડી પાડીને ધ્રોલ પોલીસના હવાલે કરી દીધા છે.

એક આરોપી હત્યાના પ્રયાસ સહિત અનેક ગુનામાં સંડોવાયેલો

પોલીસ ની પ્રાથમિક તપાસ દરમિયાન બે આરોપીઓ પૈકીનો એક આરોપી કાદર ઉર્ફે ઓઢીયો કે જે ધ્રોલ પંથકમાં હત્યાપ્રયાસ, દારૂ, મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો છે. જેને પકડવા માટે ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે. માત્ર પંદર દિવસના સમયગાળામાં જામનગર જિલ્લામાં સામુહીક દુષ્કર્મની બીજી ઘટનાથી હાહાકાર મચી ગયો છે.

READ ALSO

Related posts

દારૂબંધી/ મોડી રાત્રે કોન્સ્ટેબલને દારૂ પીને દાદાગીરી કરવી ભારે પડી, ટોળાએ દોડાવી દોડાવીને અધમુઓ કરી નાંખ્યો

Karan

કરજણ બેઠક/ ચૂંટણી પંચે તૈયારીઓ કરી શરૂ, તમામ પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત અને પારદર્શક રહેશે

Pravin Makwana

સ્માર્ટ સીટીના સ્માર્ટ અધિકારીઓની હકીકત / ચેકીંગમાં જતા અધિકારીઓને એ જ નથી ખબર કે દંડ કરવો કે સીલ કરવું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!