GSTV

રાજ્યમાં અસહ્ય ઉકળાટ પછી વિવિધ જીલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડુતોમાં ખુશીનો માહોલ

વરસાદ

Last Updated on June 10, 2021 by pratik shah

ગુજરાત રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના વિવિદ જીલ્લાઓમાં મેઘરાજાએ દસ્તક દીધી છે. જેમાં ગીર સોમનાથના કોડીનાર શહેરમાં પવન સાથે મેઘરાજાનું આગમન થયુ. શહેરમાં ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા. ત્યારે વરસાદથી શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી. અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદમાં મેઘરાજા ફરીવાર મહેરબાન બન્યા છે. ત્યારે રાજુલા શહેરમાં એક ઈંચ વરસાદ પડ્યો. રાજુલા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અમરેલીના ચલાળા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમરેલીના ચલાળા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો.  વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા. તો ગોપાલગ્રામ અને હાલરીયા સહિતના ગામોમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સાત દિવસથી વરસાદી માહોલ છવાયો

અમરેલી જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદી માહોલ છવાયો છે.સાવરકુંડલા,કાનાતળાવ તેમજ હાથસણીના ગ્રામ્યવિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.સારા વરસાદના લીધે સાવરકુંડલાની નાવલી નદીમાં પુર આવ્યું હતું. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

છાપરા શિવમ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ધોધમાર વરસાદ વરસ્યો

રાજકોટ જિલ્લાના લોધિકાના છાપરા શિવમ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ધોધમાર વરસાદ વરસ્યો છે…તો આ સાથે લોધિકા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છવાઇ ગયો છે.જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે તો સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઇ છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં ઓમિક્રોનનો ફફડાટ/ બારડોલીમાં 35 જેટલા NRIના સેમ્પલ લઈ હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા, તંત્ર બન્યું સાબદું

Pravin Makwana

જાણવા જેવુ / સરકારે તૈયાર કર્યો New Wage Code, આવનાર વર્ષમા પીએફથી માંડીને ગ્રેચ્યુઇટીમાં આવશે આ ફેરફાર

Zainul Ansari

International Flights : ઇન્ડિગો અને અમેરિકન એરલાઇન્સ વચ્ચે માર્ચ 2022 માં લાગુ થઇ શકે છે કોડશેર કરાર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!