GSTV

રાજ્યમાં મેઘ મહેર: રાજ્યના કુલ 134 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત રહ્યા કોરા ધાકડ

Last Updated on June 20, 2021 by pratik shah

રાજ્યમાં આજે સવારથી અત્યાર સુધીમાં કુલ 134 તાલુકાઓમાં મેઘ મહેર થઈ. આજે ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 6 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો.. ખેડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે મોટાભાગે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થયો.. જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત કોરા રહ્યા છે. જોકે રાજ્યભરમાં 25 જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. તો 22 જૂનથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનો વરતારો છે.

વરસાદ

રાજ્યભરમાં ચોમાસુ બેસી ગયુ છે.ત્યારે દાહોદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે..વહેલી સવારથી દાહોદ, ઝાલોદ, લીમડી, સંજેલી, દેવગઢ બારિયા, ધાનપુર સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે..તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે..લાંબા સમય બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આણંદના ઉમરેઠમાં વરસાદી માહોલ જોવા મળ્યો..નડિયાદ, ખેડા, માતર, કઠલાલ, ઠાસરા, ગળતેશ્વર, મહુધા, તેમજ મહેમદાવાદ તાલુકામાં મેઘમહેર જોવા મળી. વરસાદી માહોલમાં ડાકોરમાં આવતા યાત્રિકો પણ પલળી ગયા હતા..પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા ઉમરૅઠ પંથકમાં શીતલહેર પ્રસરી હતી.

વડોદરાના પાદરામા ધોધમાર વરસાદ વરસ્યો, ભારે વરસાદથી રોડ રસ્તા અને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.તો બીજી તરફ ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..પાદરાની શેરીઓમાં પણ વરસાદી પાણી વહેતા થયા હતા.

જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘ મહેર રહી હતી..કાલાવાડમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડતા કેડ સમા પાણી ભરાયા હતા..કાલાવાડ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ પુરના દ્વશ્યો સર્જાયા હતા.અંધરાધાર વરસાદને લઈ ખેતરો તળાવમાં પલટાયા હતા.લાલપુર, ,જોડિયા અને ધ્રોલ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા..વાવણી લાયક વરસાદ શરૂ થતા જામનગર પંથકમાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

READ ALSO

Related posts

BIG BREAKING/ આસામ-મિઝોરમ સરહદ પર હિંસા: આસામ પોલીસના 6 જવાનના મોત, બંને રાજ્યોના સીએમ પણ બગડ્યા

Zainul Ansari

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!