GSTV

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

વરસાદ

Last Updated on July 26, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં શનિવારથી શરૂ થેયલા વરસાદના પગલે  રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે,જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે તો કેટલાક માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે,તો બીજી  તરફ વરસાદ ના વિરામ બાદ બંધ થયેલા રસ્તોઓને પૂન શરૂ કરી દેવામાં આવશે અને જે માર્ગો પર વધુ અવરજવર છે તેવા માર્ગોને વહેલી તકે સમારકામ કરી ને પુન કાર્યરત કરી દેવામાં આવશે.

રાજ્યના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે

રાજ્યના કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે તો કેટલાક જિલ્લામાં ધીમી ધારે ધીમો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ રાજ્યમાં શનિવાર રાત્રી દરમ્યાન થી મેઘ મહેર શરૂ થતાં રાજ્યના રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓનું ધોવાણ થયું છે જેમાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે કુલ 56 રસ્તા બંધ થઈ ગયાં છે.

રાજ્યમાં રવિવારે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ થયો છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ સારો થયો છે. વરસાદને કારણે રાજ્યના કુલ 56 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયાં છે. જેમાં પંચાયત હસ્તકના 54, જામનગર જિલ્લામાં 1 સ્ટેટ હાઈવે બંધ છે. જ્યારે વલસાડ જિલ્લામાં 30 રસ્તા, ડાંગમાં 9, તાપીમાં 5, સુરતમાં 4 રસ્તા ભારે વરસાદને કારણે બંધ થઈ ગયાં છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોઈએ તો 1-1 રસ્તો બંધ છે. દાહોદમાં 1 રસ્તો અને છોટાઉદેપુરમાં 2 રસ્તા બંધ છે.

સાર્વત્રિક મેઘ મહેર જોવા મળતા ખેડુતો માં ભારે ઉત્સાહ

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળતા ખેડુતો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ વરસાદ ના કારણે રાજ્યના રસ્તાઓ ભારે નુકસાન પહોંચ્યું છે જો કે વરસાદ વિરામ લીધા બાદ સરકારના માર્ગ મકાન વિભાગ દ્રારા વરસાદ માં ધોવાઈ ગયેલા રસ્તાઓની સમીક્ષા કરશે અને ત્યારબાદ રસ્તાઓ ફરી બનાવવાની તજવીજ હાથે ધરસે, ઉલ્લેખનીય છે કે દર વર્ષે રાજ્યમાં વરસાદ ના કારણે મોટા પાયે માર્ગો નું ધોવાણ થાય છે અને ત્યારબાદ વરસાદ ના વિરામ બાદ વરસાદ મક નુકશાન પામેલા માર્ગો ને રિપેરીગ શરૂ કરી પુન વાહન વ્યવહાર કાર્યરત કરે છે ખાસ કરી ને નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે જેવા માર્ગો ને વહેલી તકે પ્રાધાન્ય આપીને વાહન વ્યવહાર પુન કાર્યરત થાય તે માટે તૂટેલા રસ્તા નું રિપેરીગ કરવામાં આવે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!