GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : તોફાની બેટીંગ સાથે ધરતી થઈ તરબોળ, આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ

ગુજરાતનાં વિવિધ જીલ્લાઓનાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. ઘણા જીલ્લાઓમાં સાંબેલાધાર તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા, હિમંતનગર, અમરેલી, અરવલ્લી, પાટણ અને આણંદ સહિત વિવિધ જીલ્લાઓમાં સાર્વત્રીક વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જગતનાં તાતમાં પણ ખુશીની લહેર

ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જગતનાં તાતમાં પણ ખુશીની લહેર. સાબરકાંઠાના હિંમતનગર સહિતના જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયુ અને ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. હિંમતનગરના રાયગઢ, હિંમતપુર, વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે..હવામાન વિભાગે બે દિવસની ભારે વરસાદની આગાહી કરી છે.

  • હિંમતનગર સહિત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ,
  • સવારે ભારે વાવાઝોડુ,
  • વરસાદી વાદળ છવાતા અંધારુ છવાયુ,
  • ભારે વાવાઝોડાને પગલે વાતાવરણમાં ઠંડક,

આણંદ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે..અને ધીમી ધાવરે વરસાદ થતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે..

આણંદ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે..અને ધીમી ધાવરે વરસાદ થતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે..આણંદ શહેર મા અચાનક વાતાવરણ મા પલટો ધીમી ધારે વરસાદ શરૂ બફારા થી ઠંડક પ્રસરી હાલ ખેડૂતો ધરૂવાડીયા માટે વરસાદ ની રાહ જોતા હતા ખેડૂતો ખુશ

પાદરામા વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. કાળા ડીબાંગ વાદળો વચ્ચે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમા ધોધમાર વરસાદ ખાબક્યો. અસહ્ય બફારા વચ્ચે વરસાદ થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી. વાવણીબાદ વરસાદ થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી .

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!