GSTV

મેહુલ્યો/ ગુજરાત રાજ્યમાં હજુ બે દિવસ વરસાદનું પ્રભુત્વ રહેશે યથાવત્, કમોસમી વરસાદથી પાક ગયો નિષ્ફળ- જગતનો તાત પરેશાન

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. મંગળવારે દિવસ દરમિયાન ૭ તાલુકામાં ૧ થી ૨.૭૧ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ ૨.૭૧ ઈંચ સહિત કુલ ૭ ઈંચનો સમાવેશ થાય છે. હજુ આગામી બે દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ સુધી સરેરાશ ૪૪.૬૫ ઈંચ સાથે સિઝનનો ૧૩૬.૫૦% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

ગુજરાતમાં હજુ સુધી સરેરાશ ૪૪.૬૫ ઈંચ સાથે સિઝનનો ૧૩૬.૫૦% વરસાદ

મંગળવારે સવારે ૬ થી સાંજે ૬ દરમિયાન ગીર સોમનાથના ગીર ગઢડામાં ૨.૧૨ ઈંચ, જુનાગઢના માળિયામાં ૧.૪૧ ઈંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૧.૧૮ ઈંચ, નર્મદાના સાગબારામાં ૧.૦૬ ઈંચ, અમરેલીના લાઠી-કચ્છના અંજાર માં ૧ ઈંચ સુધીના વરસાદનો સમાવેશ થાય છે. રાણાવાવમાં બપોરે ૧૨થી ૨ દરમિયાન ૦.૯૦ ઈંચ અને બપોરે ૨થી ૪ દરમિયાન ૧.૮૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. દરમિયાન વેધર વોચ ગૂ્રપનો મંગળવારે વેબિનાર યોજાયો હતો. જેમાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર મંગળવારે ગુજરાતના ૧૭ જિલ્લાના ૨૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યારસુધી ૪૪.૬૫ ઈંચ વરસાદ નોંધાયો છે, જે છેલ્લા ૩૦ વર્ષની એવરેજ ૩૨.૭૧ ઈંચની સરખામણીએ ૧૩૬.૫૦% છે.

કમોસમી વરસાદથી પાક ગયો નિષ્ફળ- જગતનો તાત પરેશાન

તાલુકોજિલ્લોવરસાદ
રાણાવાવપોરબંદર૨.૭૧
ગીર ગઢડાગીર સોમનાથ૨.૧૨
માળિયાજુનાગઢ૧.૪૧
કલ્યાણપુરદ્વારકા૧.૧૮
સાગબારાનર્મદા૧.૦૬
લાઠીઅમરેલી૧.
અંજારકચ્છ૧.

કૃષિ વિભાગ દ્વારા જણાવાયું છે કે, ‘ આ વર્ષે ૧૨ ઓક્ટોબર સુધીમાં અંદાજેૈ ૮૭.૨૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૮૬.૭૭ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ૩ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૧૦૨.૭૬% વાવેતર થયું છે. ‘  સિંચાઇ વિભાગે જણાવ્યું છે કે, ‘સરદાર સરોવર જળાશયમાં ૩,૦૨,૧૫૨ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૦.૪૪% છે.

 રાજ્યના ૨૦૫ જળાશયોમાં ૪,૩૪,૩૦૩ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૯૫.૯૨% છે. ગુજરાતમાં હાલ ૧૭૯ જળાશય હાઇ એલર્ટ પર, ૧૧ જળાશયો એલર્ટ પર અને ૮ જળાશયો વોર્નિંગ પર છે.

ગુજરાતના કયા ઝોનમાં સિઝનનો કેટલો વરસાદ ?  
ઝોનવરસાદસરેરાશ
કચ્છ૪૫.૩૯૨૭૯.૮૭%
ઉ.ગુજરાત૩૨.૫૫૧૧૫.૦૬%
પૂર્વ-મધ્ય ગુજરાત૩૨.૯૯.૨૪%
સૌરાષ્ટ્ર૪૮.૯૭૧૮૩.૭૨%
દક્ષિણ ગુજરાત૬૮.૦૩૧૧૯.૩૮%
સરેરાશ૪૪.૬૫૧૩૬.૫૦%

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!