GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતના 69 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘ મહેર: રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 48.65 ટકા નોંધાયો

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૭૩ મી.મી. એટલે કે ૭ ઈંચ જેટલો, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ૧૬૬ મી.મી., દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢ જિલ્લાના માળિયા, ગિર સોમનાથ જિલ્લાના તાલાલામાં ૧૬૩ મી.મી. અને દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકામાં ૧૫૮ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

  • સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ : ૧૨ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ
  • માંગરોળમાં ૭ ઈંચ, અંજાર, કલ્યાણપુર, માળિયા,
  • તાલાલા અને ખંભાળિયામાં ૬ ઈંચથી વધુ વરસાદ
  • રાજ્યના ૬૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ :
  • રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૬૫ ટકા નોંધાયો


રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાક સુધીમાં ઉના તાલુકામાં ૧૨૪ મી.મી., પોરબંદરમાં ૧૨૩ મી.મી., રાણાવાવમાં ૧૦૮ મી.મી., જોડિયામાં ૧૦૨ મી.મી., ગિર ગઢડામાં ૧૦૧ મી.મી. અને વેરાવળમાં ૧૦૦ મી.મી. મળી કુલ ૬ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.


આ ઉપરાંત ગોંડલ, ચોટીલા, મુન્દ્રા, ગાંધીધામ, ઉંમરગામ, વઢવાણ, જામકંડોરણા અને લાલપુર મળી કુલ ૮ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ જ્યારે સુત્રાપાડા, ભાણવડ, સાયલા, ટંકારા, કોડિનાર, કુતિયાણા, કેશોદ, બાયડ, કાલાવાડ, મૂળી, કાલોલ, લોધિકા, ધ્રોલ, કોટડાસાંગાણી, માણાવદર, જામનગર, માંડવી, વાપી, ભૂજ, પડધરી, વાડિયા મળી કુલ ૨૨ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૨૭ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

વરસાદ


અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૬૫ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૪૪.૯૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૭.૭૮ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૩.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૭.૪૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૬.૧૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

READ ALSO

Related posts

છૂટાછેટા પછી પુખ્ત પુત્રી પણ ભરણપોષણની હકદાર! પિતાએ ઉઠાવવો પડશે ભણતરનો ખર્ચ, કોર્ટે આપ્યો કડક આદેશ

Binas Saiyed

ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત

Karan

રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ

Karan
GSTV