કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. રાજકોટમાં 22મી જાન્યુઆરીએ ખેડૂત આંદોલન યોજાય તે પહેલાં જ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોની અટકાયત કરાઇ હતી. જોકે, ખેડૂત નેતાઓએ પોલીસ સમક્ષ એવી માંગ કરી હતી કે, અમને પણ સી.આર. પાટીલની જેમ બેરોકટોક રીતે રેલી-સંમેલન યોજવા છૂટ આપો. ખુદ સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, ખેડૂતોને આંદોલન કરવાનો હક છે જેના પગલે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યુ છે તો પછી ગુજરાતમાં પોલીસ કેમ ખેડૂત સંમેલન માટે મંજૂરી આપતી નથી.
ગુજરાતમાં પોલીસ કેમ ખેડૂત સંમેલન માટે મંજૂરી આપતી નથી
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતીએ રાજકોટમાં 22મી ખેડૂત સંમેલન નુ આયોજન કર્યુ છે. આ સંમેલનને સફળ બનાવવા ખેડૂત નેતાઓ સૌરાષ્ટ્રભરમાં 60થી વધુ ખાટલા બેઠકો કરી હતી. ખેડૂતોએ પણ સંમેલન આવવા તૈયારી દર્શાવી હતી. ખેડૂત નેતાઓનો આરોપ છેકે, પોલીસ જ ખેડૂતોને સંમેલનમાં ન જવા સૂચના આપી રહી છે. પોલીસની કનડગતને પગલે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતીના સભ્યો રાજકોટમાં જિલ્લા પંચાયત ચોકમાં બેસીને ધરણાં યોજયા હતાં. જોકે, પોલીસે પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ.વસરામ સાગઠિયા સહિતના અટકાયત કરાઇ હતી.
પાલ આંબલિયા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ.વસરામ સાગઠિયા સહિતના અટકાયત કરાઇ
ખેડૂત આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતોકે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને વિના રોકટોક રેલી-સંમેલન યોજવાની છૂટ અપાય છે ત્યા કોરોના કે કોઇ નિયમો લાગુ પડતા નથી. પોલીસને આ બધું દેખાતુ નથી પણ ખેડૂતો પોતાના ન્યાય માટે ધરણાં-સંમેલન ન યોજી શકે તે ક્યાંનો ન્યાય છે. ભાજપ સરકારની આવી બેઘારી નીતિ છે.
ખેડૂત સંમેલનમાં લોકો હાજર ન રહે તે માટે પણ સરકારના ઇશારે પોલીસ ડરાવી ધમકાવી રહી છે. ખેડૂતો એવી માંગ કરી હતીકે, પોલીસ ખેડૂતોને નજરકેદ ન કરે અને સંમેલન માટે મંજૂરી આપે. ખેડૂત નેતાઓએ એવી ચિમકી ઉચ્ચારી હતીકે, જો પોલીસ જેલમાં ધકેલશે તો જેલમાં જ ઘરણાં કરાશે. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંમેલન યોજીને જ રહીશુ.
READ ALSO
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ