GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતના નવા નાથ કોણ? ડે.સીએમ નીતિન પટેલનું નામ સૌથી આગળ, અટકળો વચ્ચે અન્ય નામો પણ છે સીએમ પદની રેસમાં

ગુજરાતના રાજકારણમાં બે દિવસથી મોટી ઉથલ પાથલ ચાલી રહી છે. મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે ગુજરાતના નવા મુખ્યપ્રધાન કોણ બનશે તેને લઇને અનેકવિધ અટકળો ચાલી રહી છે. આ વચ્ચે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીના નામની રેસમાં સૌથી આગળ નીતિન પટેલ ચાલી રહ્યાં છે. તેમજ મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, આર.સી.ફળદુ, પરસોતમ રૂપાલા સહિત પણ સીએમ પદની રેસમાં છે. સમગ્ર ચિત્ર બપોર પછી સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતના નવા નાથ કોણ હશે.

ગુજરાતના નવા મુખ્યપ્રધાનનું નામ નક્કી થશે

બીજી તરફ કેન્દ્રીય મોવડી મંડળના સંકલન સાથે બેઠકમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનનું નામ નક્કી થશે. ગઈકાલે બપોરથી મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ કમલમ ખાતે પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠકોનો દોર ચાલ્યો હતો. બેઠકમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ… પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા સહિત પક્ષના ટોચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના નવા મુખ્યપ્રધાન કોણ હશે તેના પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના ઘરે મંથન થયુ જોકે કેન્દ્રીય નિરિક્ષકે નવા મુખ્યપ્રધાન કોણ હશે તેનો અણસાર પણ આપ્યો ન હતો. અમદાવાદ એરપોર્ટથી કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર સી.આર. પાટીલના નિવાસ સ્થાને પહોચ્યા હતા..પાટીલના ઘરે રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ..સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા જ્યાં નવા સીએમના નામ પર મંથન થયુ પરંતુ ત્યાંથી કમલમ તરફ જતા પહેલા નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ કે, નવા મુખ્યપ્રધાનના નામ પર હજુ વાતચીત ચાલી રહી છે.

ગુજરાતમાં નવા મુખ્યપ્રધાનની વરણી માટે ભાજપ પ્રદેશ કાર્યાલય પર ધારાસભ્ય દળની મહત્વની બેઠક મળી… ધારાસભ્ય દળની બેઠક પહેલા કોર કમિટીની બેઠક મળી. કોર કમિટીની બેઠકમાં નવા મુખ્યપ્રધાનના નામ પર ચર્ચા થઇ… બેઠકમાં કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી. નીતિન પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સહિત ભાજપના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા… કેન્દ્રીય નિરીક્ષકો નરેન્દ્રસિંહ તોમર તેમજ પ્રહલાદ જોશી બેઠકમાં ઉપસ્થિત રહ્યા.

READ ALSO

Related posts

રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે

pratikshah

મોટા સમાચાર/ ડીઝલના રેટને કાબુમાં રાખવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણશો તો ખુશ થઇ જશો

Bansari Gohel

ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો

pratikshah
GSTV