GSTV

BIG NEWS: રાજ્ય સરકારે પાડ્યું નવું જાહેરનામું, ગુજરાતના 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુંમાં મળી રાહત! રાત્રિના 1 થી 5 સુધી રહેશે કર્ફ્યું

હાઇકોર્ટ

Last Updated on October 28, 2021 by pratik shah

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર ઘટયો છે, બીજી તરફ તહેવારની સીઝન પણ શરૂ થઈ છે ત્યારે આ વચ્ચે સંક્રમણની બાબતને ધ્યાનમાં લેતા રાજ્યસરકાર દ્વારા ગૃહ વિભાગે નવું જાહેર નામું બહાર પાડ્યું છે. જેમાં ગુજરાતના 8 શહેરોમાં તારીખ 30-10-2021થી તારીખ 30-11-2021 સુધી દરરોજ રાત્રીના 01.00 કલાકથી સવારના 5.00 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અલમાં મુકવામાં આવ્યું છે.

અનું નંબરશહેરનું નામ
1અમદાવાદ શહેર
2વડોદરા શહેર
3સુરત શહેર
4રાજકોટ શહેર
5ભાવનગર શહેર
6જામનગર શહેર
7જુનાગઢ શહેર
8ગાંધીનગર શહેર

જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ પ્રકારની દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી- ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટીંગ યાર્ડ, ગુજરી/બજાર-હાટ/ હેરકટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વેપારીક ગતિવિધિ રાત્રિના 12.00 કલાક સુધી ખુલ્લા રહી શકશે.

  • દિવાળી અને તહેવાર નિમીત્તે કરફ્યૂમાં છૂટછાટ
  • રાત્રિના 1 થી 5 સુધી રહેશે કર્ફ્યું
  • 2 કલાકની મળી છૂટછાટ
  • 8 મનપામાં રાત્રિના 12 થી 6 સુધી હતો કરફ્યૂ
  • ગૃહ વિભાગે બહાર પાડ્યુ જાહેરનામુ

બીજી તરફ રેસ્ટોરેન્ટ્સમાં રાત્રિના 12.00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 75% ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.Pને આધિન ચાલું રાખી શકશે. HOME DELIVERVY તથા TAKE AWAY પણ રાત્રિના 12.00 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

સિનેમા હોલ 100% ક્ષમતા સાથે ચાલું રાખઈ શકાશે. નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કોરોનાગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.Pને આધિન મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ ક્ષમતાના 50%(વધારેમાં વધારે 400 વ્યક્તિઓની મર્યાદા સાથે કરી શકાશે. સ્પા સેન્ટરો નિયત કરેલા કોરોના ગાઈડલાઈન સાથે સવારે 9થી રાત્રિના 9 વાગ્યા સુધી ઓપન રાખી શકાશે.

સ્પા સેન્ટરોના માલિકો, સંચાલકો, કર્મચારી તથા સંકળાયેલા વ્યક્તિઓ માટે રસીનો પ્રથમ ડોઝ ફરજીયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝિટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝિટીવ આવ્યાના 14 દિવસથી હોસ્પિટલી DISCHARGE SUMMARYની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા પછી તુરંતજ રસીનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.

READ ALSO

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!