રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. 29 થી 31 માર્ચ વરસાદ પડશે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.
માવઠાની સાથે ભારે પવન પણ ફૂંકાશે

આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ 2 દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી સુધી ઘટશે. રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ અને રાજકોટમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ખેડૂતો ફરીથી ચિંતામાં મૂકાયા
રાજ્યમાં માવઠાની આગાહીને કારણે ખેડૂતો ફરીથી ચિંતામાં મૂકાયા છે. રાજ્યમાં સંખ્યાબંધ હેક્ટરોમાં કરેલું વાવેતરને ભારે નુક્શાન પહોંચ્યું છે. જગતના તાતની આખા વર્ષની તનતોડ મહેનત પર માવઠું ફરી વળ્યું તેવું લાગી રહ્યું છે. ભર ઉનાળે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો