ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણની તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ પક્ષો તેની તડામાર તૈયારીઓમાં લાગ્યા છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત પૂર્વે ભાજપ સરકાર કરોડોના પ્રોજેક્ટોના ભૂમિ પૂજનથી માંડીને અનાવરણના કાર્યક્રમોમાં વ્યસ્ત બની ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ દરરોજ કરોડોના પ્રોજેક્ટોની જાહેરાતો સાંભળીને કંટાળેલી જનતાએ પણ જવાબ આપવાનો શરૂ કરી દીધો છે. ચૂંટણીની જાહેરાત સરકારી કાર્યક્રમોમાં પહોંચેલા ભાજપના મંત્રી કુંવરજી બાવળિયાને સ્થાનિકોની નારાજગીનો ભોગ બનવું પડયું હતુ. ચૂંટણીની જાહેરાત પૂર્વે જનતાની વચ્ચે પહોંચેલા મંત્રીજીને સ્થાનિકોએ તીખા સવાલો પૂછીને મૂંઝવી નાંખ્યા હતા.

ચૂંટણીની જાહેરાત પૂર્વે જનતાની વચ્ચે પહોંચેલા મંત્રીજીને સ્થાનિકોએ તીખા સવાલો પૂછીને મૂંઝવી નાંખ્યા
રાજકોટના લોધિકા તાલુકાના પારડી ગામે પાણી યોજનાના ખાતમૂહુર્તમાં પહોંચેલા મંત્રી કુંવરજી બાવળિયાનો મહિલાઓએ ઊધડો લઈ નાંખ્યો હતો. સ્થાનિક સ્તરે પાણીની સમસ્યાથી અકળાયેલી મહિલાઓ કાર્યક્રમના મંચ તરફ ધસી ગઈ હતી.
પાણીની સમસ્યાથી અકળાયેલી મહિલાઓ કાર્યક્રમના મંચ તરફ ધસી ગઈ
તેમણે મંત્રીને સીધો જ સવાલ કર્યો હતો કે, તમે જે ખાતમૂહુર્ત કરી રહ્યા છો, તે કામ ક્યારે પૂરૂં થશે ? અને ક્યારે અમને પાણી મળશે ?ેતેવા સવાલ પૂછ્યા હતા. આ અંગે મંત્રી બાવળિયાએ ખાતરી આપી હતી કે, છ મહિનામાં કામગીરી પૂર્ણ થઈ જશે. જોકે મહિલાઓનો રોષ જોતા મંત્રીએ ત્યાંથી તરત ચાલતી પકડી હતી.
READ ALSO
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો