GSTV

સ્થાનિક સ્વરાજ્યનો સંગ્રામ: રૂપાણીના હોમ ટાઉનમાં કોંગ્રેસના સૂપડાં સાફ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીના માથે ખતરો

ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીની મતગમતરીની શરૂઆત થઈ ગઈ છે. ઓછા મતદાન વચ્ચે ભાજપને જીતનો પાક્કો ભરોસો છે, આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાનું આજે સવારે 8 વાગ્યાથી સૌ પ્રથમ બેલેટ પેપરનું મતગણતરીની શરૂઆત થઈ છે. વહેલી સવારથી અધિકારી તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા.

ગુજરાતમાં છ મહાનગરપાલિકાના ચૂંટણ પરિણામમાં ભાજપનો ભગવો ફરી લહેરાયો છે….કોંગ્રેસને ખાસ કંઇ ઉકાળી શકી નથી.. તો બીજી તરફ સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે… જીત બાદ વિજેતા ઉમેદવારોએ જનતાનો આભાર માન્યો હતો.. જ્યારે કે પાર્ટીના કાર્યકરોએ આ જીતની ઉજવણી કરી હતી..

અમદાવાદમાં એન્ટ્રીના ઔવેસીના સપનાં તૂટ્યાં

 • ગુજરાતની ચૂંટણીમાં બસપાનું ખાતું ખૂલ્યું, જામનગરમાં 5 બેઠકો પર બની વિજેતા
 • આપની ગુજરાતમાં એન્ટ્રી, સુરતમાં 8 બેઠકો જીતી
 • રૂપાણીના હોમ ટાઉનમાં કોંગ્રેસના સૂપડાં સાફ
 • સુરતમાં કોંગ્રેસનો જબરો રકાસ, આપ વિરોધ પક્ષમાં બેસે તો નવાઈ નહીં
 • વડોદરામાં ભાજપનો દબદબો છતાં કોંગ્રેસે આપી ટક્કર
 • પાટીલનો જૂના જોગીઓની ટીકિટ કાપવાનો પ્લાન સફળ, હવે પંચાયતોમાં ઘણાના અરમાનો અધૂરા રહેશે
 • પાટીલને ગઢમાં જ મળ્યો ઝટકો, પાટીદારોએ કોંગ્રેસનો સાથ છોડી આપનો હાથ ઝાલ્યો
 • ગુજરાતમાં પાસના નામે કોંગ્રેસમાં આવેલા હાર્દિકને ઝટકો, એક પણ બેઠક સુરતમાં ન જીતાડી શક્યો
 • હવે અમિત ચાવડા અને પરેશ ધાનાણીના માથે ખતરો, કોંગ્રેસ આપી શકે છે ઝટકો
 • ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓની જૂથબંધી અને આંતરિક ખેંચતાણમાં ભાજપ ફાવ્યું

સુરતની 8 સીટ પર આપનો કબજો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખાતુ ખુલી ગયું છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ની ચારેય સીટો અને વોર્ડ નંબર 4ની તમામ સીટો પર આમ આદમી પાર્ટીએ જીત નોંધાવી છે. ભાવનગર મહાપાલિકાના 13 વોર્ડની પર બેઠક માટે ચૂંટણી યોજાય હતી, જેમાં 211 ઉમેદવાર મેદાનમાં હતાં. આ ચૂંટણીમાં કુલ 49.46 ટકા મતદાન થયુ છે, જેમાં 6 વોર્ડમાં 50 ટકાથી વધુ મતદાન થયુ છે, જ્યારે 7 વોર્ડમાં 50 ટકાથી ઓછુ અને 40 ટકાથી વધુ મતદાન થયુ છે.

શહેરના કરચલીયા પરા વોર્ડમાં સૌથી વધુ 57.09 ટકા મતદાન થયુ છે અને વડવા-અ વોર્ડમાં સૌથી ઓછુ 40.83 ટકા મતદાન નોંધાયુ છે. 50 ટકાથી વધુ મતદાન થયુ છે, જેમાં કુંભારવાડા વોર્ડમાં 51.76 ટકા, વડવા-બમાં 51.94 ટકા, કરચલીયા પરામાં 57.09 ટકા, ઉત્તર કૃષ્ણનગરમાં 52.70 ટકા, બોરતળાવમાં 53.19 ટકા અને ઘોઘાસર્કલમાં 54.08 ટકા મતદાન થયુ છે.

ગુજરાતમાં ખુલ્યું AAPનું ખાતું
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. સુરતના વોર્ડ નંબર 16ની ચારેય બેઠકો પર આપની જીત

સુરતના વોર્ડ-16માં આપની જીત


સુરતના વોર્ડ 16માં આપને જીત મળી છે. આ ઉપરાંત ભાવનગરમાં ચાર સીટો પર આમ આદમી પાર્ટી અને જામનગરમાં પણ 4 સીટ પર આપ અને 2 પર બીએસપી આગળ ચાલી રહી છે.

રાજકોટમાં ભાજપમાં 24 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આપ આગળ છે. આ ઉપરાંત વોર્ડ નં.1,4,7,10 અને 13માં ભાજપની પેનલ જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ફરી વળતા પાણી થયા છે.

સુરતમાં આપનો દબદબો, ભાજપને કડી ટક્કર

કુલ 484 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. ભાજપ હાલ 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર અને પાટીદારોએ કોંગ્રેસના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.

સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM 3, જ્યારે ભાજપ 65 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે.સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર છ કતારગામમાં ચોથા રાઉન્ડ ભાજપની સમગ્ર પેનલ આગળ છે. ચાર રાઉન્ડમાં બીજા નંબર આપ આગળ છે. જ્યારે વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપોરમાં આમ આદમી પાર્ટીની પેનલ પહેલા નંબરે અને ભાજપ બીજા નંબરે છે.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ ત્રીજા નંબરે સરકી ગઇ છે. વોર્ડ નંબર 1ની તમામ ચાર સીટો પર ભાજપ આગળ છે. જ્યારે વોર્ડ નંબરની તમામ ચારેય સીટો પર આપ આગળ છે. વોર્ડ નંબર 4ની ચારેય સીટો પર પણ ભાજપ આગળ છે. વોર્ડ નંબર 6ની ચારેય સીટો પર ભાજપ આગળ છે. વોર્ડ નંબર 8ની ત્રણ સીટો પર આપ અને એક સીટ પર ભાજપ આગળ છે. વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 12ની તમામ ચાર-ચાર સીટો પર ભાજપ આગળ છે જ્યારે વોર્ડ નંબર 16ની ચાર સીટો પર આપ આગળ છે. આ ઉપરાંત વોર્ડ નંબર 21, વોર્ડ નંબર 23ની તમામ ચાર-ચાર સીટો પર બીજેપી આગળ છે. વોર્ડ નંબર 25ની ત્રણ સીટો પર કોંગ્રેસ આગળ અને એક પર બીજેપી આગળ છે. વોર્ડ નંબર 27ની તમામ ચારેય સીટો પર બીજેપી આગળ છે. વોર્ડ નંબર 28ની ત્રણ સીટો પર બીજેપી અને એક સીટ પર કોંગ્રેસ આગળ છે.

સુરતમાં ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે. કોંગ્રેસ ત્રીજા નંબર પર ખસી ગઈ છે. વોર્ડ નંબર 1ની તમામ બેઠકો પર ભાજપ આગળ છે

AAP

રાજકોટમાં વોર્ડ નંબર 7 માં ભાજપની પેનલ 18 હજાર મતોથી આગળ જોવા મળી… મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કશ્યપ ભાઈને શુભેચ્છા પાઠવી હતી..બીજી તરફ ભાજપે વિજયી સરઘસની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. બે વોર્ડમાં ભાજપનો વિજય, શરૂઆતના ટ્રેન્ડમાં રાજકોટના વોર્ડ 7 અને 10માં ભાજપને જીત મળી છે.

સૂરતના વોર્ડ-2માં આપ જીતની નજીક

સૂરતના 4 વોર્ડમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. વોર્ડ 2માં પાર્ટી જીતની નજીક પહોંચી ગઇ છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં બીજેપી 141, કોંગ્રેસ 40, આમ આદમી પાર્ટી 16, AIMIM 4 સીટો પર આગળ ચાલી રહી છે.

અમદાવાદના મતગણતરી સેન્ટર પર ઉમેદવારો અને એજન્ટોનો રાફડો ફાટ્યો છે. જેમાં કોરોના વાયરસની ગાઈડ લાઈન સામે કાર્યકર્તાઓ અને ઉમેદવારોનો ભરાવો જોવા મળ્યો છે. ગુજરાત કોલેજ ખાતે પોલીસ અને ચૂંટણી તંત્ર ની મોટી બેદરકારી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે મતગણતરી કેન્દ્રો માં ઉમેદવારના એજન્ટો ની મોટી ભીડ ઉમડતા પોલીસ અને ચૂંટણી તંત્ર બન્યું મુક પ્રેક્ષક બન્યું છે.

4 વોર્ડમાં ભાજપની જીત

અમદાવાદના વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. સાથે જ ભાજપે થલતેજમાં પણ જીત હાંસલ કરી છે. જોધપુર વોર્ડમાં અને નવરંગપુરામાં પણ ભાજપ જીતી છે. જીત સાથે જ ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી.

 • મતગણતરી સેન્ટર પર ઉમેદવારો અને એજન્ટો રાફડો
 • કોરોના ગાઇડ લાઇન સામે કાર્યકર્તા અને ઉમેદવારો ભરાવો
 • ગુજરાત કોલેજ ખાતે પોલીસ અને ચૂંટણી તંત્ર ની મોટી બેદરકારી
 • શહેરમાં પુનઃ કોરોના કેસ વચ્ચે સોશ્યલ ડિસ્ટનસિંગ ના ધજાગરા
 • મતગણતરી કેન્દ્રો માં ઉમેદવારના એજન્ટો ની મોટી ભીડ
 • પોલીસ અને ચૂંટણી તંત્ર બન્યું મુક પ્રેક્ષક
 • ક્યાંય કોવિડ ગાઈડલાઈન નો અમલ નહિ
 • ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાનું આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત કોંગ્રેસના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ જીતતા પક્ષમાં ખુશીનો માહોલ છવાયો છે.
 • વડોદરામાં 7 બેઠક પર ભાજપ આગળ, 2 બેઠક પર કોંગ્રેસ આગળ, મતણતરી કેન્દ્રમાં પ્રવેશ મુદ્દે એજન્ટો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
 • – સુરત રિઝલ્ટમાં શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ, SVNIT ખાતે પોલીસ મહિલા કર્મચારીની તબિયત લથડી
 • – તમામ 6 મહાનગરપાલિકાની મતગણતરીમાં 33માં ભાજપ આગળ, 10માં કોંગ્રેસ આગળ
 • – વડોદરામાં બબાલ : મનપાની મતગણતરી દરમિયાન એજન્ટો અને પોલીસ આમને સામને
 • – વડોદરા રિઝલ્ટ:76 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સહિતના 279 ઉમેદવારોનું ભાવી EVMમાંથી ખુલશે, પોલિટેકનિક કોલેજ બહાર ટોળા ઉમટ્યા, 9 વાગ્યાથી મતગણતરી
 •  શરૂઆતના ટ્રેન્ડમાં અમદાવાદની બે બેઠકો પર આમ આદમી પાર્ટી અને એક પર AIMIM આગળ ચાલી રહી છે.

સવારના 10 વાગ્યા સુધીના આંકડા

 • અમદાવાદ -બીજેપી 16 અને કોંગ્રેસ 4 બેઠક પર આગળ
 • વડોદરા- બીજેપી 11 અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ
 • રાજકોટ- બીજેપી 8 અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ
 • સુરત- બીજેપી 13 અને કોંગ્રેસ 5 બેઠકો પર આગળ
 • ભાવનગર બીજેપી 9 અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ
 • જામનગર- બીજેપી 9 અને કોંગ્રેસ 3 બેઠકો પર આગળ

બેલેટ પેપરની મતગણતરીમાં 33 બેઠકોમાં ભાજપ આગળ, જ્યારે બીજી તરફ 10 બેઠકમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં નવાવાડજ વિસ્તારમાં ભાજપની પેનલ આગળ ચાલી રહી છે.

જામનગર મહાનગરના મહાજંગનો આજે ફેંસલો છે. જ્યાં, 16 વોર્ડની 64 બેઠકો પર 53.38 ટકા મતદાન થયું છે. અને કુલ 4.88 લાખ પૈકી 2.61 લાખ મતદારોએ મતદાન કર્યું છે. જેમાં ભાજપના 64, કોંગ્રેસના 62 અને આપના 48 તેમજ બસપાના 22 , એનસીપીના 11 અને સપાના 2 સહિત 236 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થોડા જ કલાકોમાં થશે. 1,720 બેલેટ પેપરની પ્રથમ ગણતરી શરૂ થઈ છે.  14 ટેબલ પર ચાર રાઉન્ડમાં તમામ વોર્ડની મત ગણતરી થઈ રહી છે. એટલે કે, 1,936 ઇવીએમમાં 236 ઉમેદવારોનું ભાવિ ટૂંક સમયમાં ખુલી જશે. એક તરફ ભાજપે 50 બેઠક જીતવાનો મુક્યો છે વિશ્વાસ, જેમાં સાત વોર્ડમાં પેનલ જીતવાના દાવા કરવામાં આવ્યા છે… તો બીજી તરફ પ્રથમ વખત આપની એન્ટ્રી થતા છે ત્રી પાંખીયો જંગ ખેલાયો છે.

અમદાવાદમાં એલડી એન્જીનિયરિંગ કોલેજ ખાતે કોર્પોરેશન ઇલેક્શનની મત ગણતરી હાથ ધરવામાં આવી.  જ્યાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થઈ કરવામાં આવી રહ્યું છે. પ્રવેશ મેળવતા તમામ લોકોના ટેમ્પરેચર ચેક થઈ રહ્યા છે…અને જો વધારે ટેમ્પરેચર આવે તો પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. તો આ સાથે જ પ્રવેશ કરતા તમામ લોકોના હાથ સેનેતાઈઝ કરાઈ રહ્યા છે. એલડી એન્જીનિયરિંગ કોલેજ ખાતે રાજકીય પક્ષો વચ્ચે ચકમક ના ઝરે તેના માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજકોટમાં પણ મતગણતરી શરૂ

આ તરફ રાજકોટમાં પણ મતગણતરી શરૂ થઈ છે… ત્યારે રાજકોટમાં મતગણતરી પહેલા ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો હળવા મૂડમાં જોવા મળ્યા હતાં. રાજકોટમાં પહેલા ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. મતગણતરી પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મળ્યા ગળે મળતા જોવા મળ્યા હતાં.  વોર્ડ નંબર 13ની મતગણતરી પહેલા નેતાઓ એકબીજા સાથે હળતા-મળતા નજરે પડ્યા હતાં.

અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજમાં 24-24 વોર્ડની અલગ અલગ મત ગણતરી થશે

અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજમાં 24-24 વોર્ડની અલગ અલગ મત ગણતરી થશે.સ્ટ્રોંગ રૂમ પર થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે..બન્ને સૃથળે બે ડઝન જેટલા અિધકારી અને 1000થી વધુ પોલીસ અને એસઆરપીનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે.એલડી કોલેજ ખાતે એસ ડીસીપી, એક એસીપી, બે પી.આઈ., નવ પીએસઆઈ ઉપરાંત 361 કોન્સ્ટેબ્યુસલરી સ્ટાફ અને 39 એસઆરપી જવાનો તહેનાત છે…  જ્યારે, ગુજરાત કોલેજ ખાતે એસ ડીસીપી, બે એસીપી, 6પી.આઈ., 23 પીએસઆઈ ઉપરાંત 475 કોન્સ્ટેબ્યુસલરી સ્ટાફ અને 100 મ એસઆરપી જવાનો તહેનાત છે.

કોર્પોરેશનકેટલા વોર્ડબેઠકકેટલા ઉમેદવારોભાજપકોંગ્રેસઆપઅપક્ષ
અમદાવાદ4819277319118815687
સુરત3012048412011711358
વડોદરા197627976764130
જામનગર166423664624827
રાજકોટ187229372707220
ભાવનગર13522115251394
કુલ1445762276575564419226
 • અમદાવાદની ગુજરાત કોલેજમાં મનપાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી.
 • ગુજરાત કોલેજ ખાતે ગણતરી ની મિનિટોમાં મતગણતરી પ્રક્રિયા શરુ થશે…
 • 1400 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે ગુજરાત કોલેજ ખાતે…
 • ગુજરાત કોલેજ ખાતે મતગણતરીનો માહોલ જોવા મળી રહ્યો છે…
 • પ્રથમ બેલેટ પેપરની મતગમતરી થશે શરૂ.
 • બેલેટ ગણતરી બાદ EVM દ્વારા થશે મતગણતરી
 • અમદાવાદ બે સ્થળોએ યોજશે મતગણતરી.
 • એલ.ડી.એન્જીનિયરીગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે યોજશે મતગણતરી
 • બન્ને સેન્ટરો પર 24-24 વોર્ડની થશે મતગણતરી
 • અમદાવાદ મહાનગરપાલિકાના 773 ઉમેદવારોના ભાવિ આજે થશે ફેંસલો

2015ના ચૂંટણી પરિણામો

કોર્પોરેશનબેઠકબિન હરિફભાજપબિનહરિફકોંગ્રેસઅપક્ષ
અમદાવાદ19201430481
સુરત116179136
વડોદરા761571144
રાજકોટ7203834
જામનગર64038242
ભાવનગર5203418

કયાં મતગણતરી કેન્દ્ર પર કયા વોર્ડની મતગણતરી થશે

ગુજરાત કોલેજ : દાણિલિમડા, મણિનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર , ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર , જોધપુર , વેજલપુર, સરખેજ , નવા વાડજ , નારણપુરા, સ્ટેડિયમ , ચાંદખેડા , સાબરમતી, રાણિપ,  ગોતા, ચાંદલોડિયા , ઘાટલોડિયા, નિકોલ, વિરાટનગર, ઓઢવ

6 મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી સરેરાશ 13થી 31 વર્ષથી સત્તામાં

 • 13 વર્ષથી અમદાવાદમાં ભાજપનું રાજ
 • 16 વર્ષથી વડોદરામાં ભાજપનું રાજ
 • 16 વર્ષથી ભાવનગરમાં ભાજપનું રાજ
 • 31 વર્ષથી સુરતમાં ભાજપનું રાજ
 • 16 વર્ષથી રાજકોટમાં ભાજપનું રાજ
 • 26 વર્ષથી જામનગરમાં ભાજપનું રાજ

એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજ : સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ-હાથીજણ, લાંભા, વટવા, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, થલતેજ, મકતમપુરા, બોડકદેવ , પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા અને જમાલપુર

2010થી 2021 સુધીનું મતદાન

મનપા201020152021
અમદાવાદ44.1246.5142.51
સુરત42.3339.9347.14
રાજકોટ41.0650.450.72
વડોદરા44.4148.7147.84
જામનગર50.3556.7753.38
ભાવનગર45.2547.4949.46
કુલ43.6845.8146.08

મહાનગરપાલિકા- પંચાયતોના ચૂંટણી પરિણામો કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અને નેતાઓના ભાવિ નક્કી કરશે. આ ચૂંટણીઓ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ માટે આખરી ચૂંટણી બની રહેશે. કેમ કે, ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ સારો દેખાવ નહી કરે તો, પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીની વિદાય લગભગ નક્કી છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીને લઈને ચૂંટણી વિભાગ દ્વારા મત ગણતરી શરૂ થઈ છે. ભાવનગરની બીટીપીઆઈ એન્જીનિયરિંગ કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યાં એક હોલમાં 3 વોર્ડનો સમાવેશ થયો છે. કુલ 841 કર્મચારીઓ મત ગણતરી માં જોડાયા છે. કુલ 28 ટેબલો પર મત ગણતરી થઈ રહી છે… સુરક્ષાને ધ્યાનમાં રાખીને 400 થી વધારે પોલીસ કર્મીઓ સુરક્ષા માટે જોડાયા છે. તો કોરોના નું સંક્રમણ વધે નહિ તે માટે 24 હેલ્થ કર્મીઓ પણ ઉપસ્થિત છે. ઉલ્લેખનિય છે કે, ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 211 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જ્યાં આ વખતે 49.47ટકા મતદાન થયું હતું…  જ્યારે, ગઈ 2015 ના ઇલેક્શન માં 47.46 ટકા થયું હતું મતદાન નોંધાયુ હતું.

READ ALSO

Related posts

અમદાવાદમાં આઇશા આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, અન્ય યુવકનું નામ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી!

pratik shah

ગુડબુક/ રૂપાણી અને નીતિન પટેલના આગામી વિઝન કરતાં બજેટમાં મોદીનો પ્રભાવ

Karan

ગુજરાત બજેટ : 182 ધારોંસભ્યોમાં ખુશીની લહેર, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!