GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં નહીં થાય લોકડાઉન : સીએમ રૂપાણીની મોટી જાહેરાત, દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક

ગુજરાતમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં નાગરિકોમાં ફરી એક વખત લોકડાઉન લાગુ થવાને લઇને આશંકા જોવા મળી રહી છે. પરંતુ મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન લાગુ નહીં થાય તેવી સ્પષ્ટતા કરી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સરકારે લીધેલા પગલાંઓની માહિતી આપી હતી. આ દરમ્યાન સીએમ રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં લોકડાઉન લાગુ કરવાની સરકારની કોઇ વિચારણા નથી. આથી લોકો લોકડાઉનને લઇને કોઇ ભય કે આશંકા ન રાખે.

સીએમે જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે પરંતુ સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા પૂરતાં પગલાં લઇ રહી છે. તેમણે કહ્યું કે કોરોનાના દર્દીઓનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરાશે. દરરોજ 7 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત રસીકરણ અભિયાન વધુ વેગવંતુ બનાવી દરરોજ 3 લાખ લોકોને રસી આપવામાં આવશે. મુખ્યપ્રધાને જણાવ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 6 હજાર જેટલી કોવિડ બેડની વ્યવસ્થા ઉભી કરાઇ છે. ભૂતકાળમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવારની જે વ્યવસ્થા હતી તે વ્યવસ્થા ફરી ઉભી થશે.

ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસના અંતરાલ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા

લોકડાઉન અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં લોકડાઉન લાગુ નહી થાય.રાત્રી કર્ફ્યૂના સમયમાં બદલાવ અને એએમટીએસ તથા બીઆરટીએસ બસો રાતોરાત બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ લોકોમાં ફફડાટ હતો કે કદાચ રાજ્યમાં ફરીથી લૉકડાઉન થઇ શકે છે. આ અંગે સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, રાજ્યમાં લૉકડાઉન નહીં થાય. સીએમ રૂપાણીએ જણાવ્યું કે ગૃહ અને આરોગ્ય ખાતાને સ્પષ્ટ સૂચના આપી દીધી છે, કડકાઇ કરવામાં આવશે.

શાળા કોલેજ સંદર્ભમાં આજે બેઠક મળશે

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન
  • લોકડાઉન નહિ થાય: મુખ્યમંત્રી રૂપાણી
  • શાળા કોલેજ સંદર્ભમાં આજે બેઠક મળશે
  • હોળીના તહેવાર અંગે બાદમાં નિર્ણય લેવાશે

છેલ્લાં ૨૪ કલાકમાં સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા છે. ૧૧૨૨ નવાં કેસો સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. રસીકરણ અંગે તેમણે જણાવ્યું કે, દૈનિક 3 લાખ લોકોનું રસીકરણ થાય તેવી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત દરરોજ 7 હજાર ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. કોરોના દર્દીઓનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરાશે.સાથે જ તેમણે લોકોના સોશિયલ ડિસ્ટેંસ જાળવવાની અપીલ પણ કરી છે.

સુરતમાં ૩૪૫, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪ અને રાજકોટમાં ૧૧૨ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં ૨૪, ભરૃચમાં ૨૧, ભાવનગરમાં ૨૦, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, જૂનાગઢમાં ૧૨, નર્મદામાં ૧૨ અને સાબરકાંઠામાં ૧૦ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૯ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે.

તમામ જિલ્લાઓમાં ૯ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે.

અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક કોરોના દર્દીના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક  ૪૪૩૦ થયો છે. ઉલ્લેખનીય છે કે આ મૃત્યુઆંક માત્ર અને માત્ર કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો જ છે. કો-મોર્બિડ દર્દીઓ એટલે કે કોરોના સિવાયની કોઇ બિમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો તેવાં મોતને સરકાર દ્વારા કોરોનાથી થયેલું મૃત્યુ ગણવામાં આવતું નથી અને તેનાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. નવાં ૧૧૨૨ કેસની સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક ૨,૭૧,૪૩૩ થયો છે. હાલની પરિસ્થિતે રાજ્યમાં  એક્ટિવ કેસોની સંખ્યા ૫૩૧૦ છે, જે પૈકી ૬૧ દર્દી 

READ ALSO

Related posts

મહાઠગબાજની મુશ્કેલીમાં વધારો! પૂર્વ મંત્રીના ભાઈએ ભેજાબાજ વિરુદ્ધ દાખલ કરી ફરીયાદ, વધુ એક ફરિયાદ નોંધાશે કિરણ સામે

pratikshah

ખાસ વાત! અમદાવાદ શહેરની કેનાલોની કાયા પલટાશે, 150 કરોડ઼નાપ્રોજેક્ટ પર કરશે તંત્ર કામ

pratikshah

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતાં લોકસભા સભ્યપદ જશે, કાયદાકીય રીતે સભ્યપદ બચાવવા માટે છે માત્ર આ વિકલ્પ

HARSHAD PATEL
GSTV