Last Updated on March 9, 2021 by pratik shah
વાઘ ના રખેવાળ સબળ અને સિંહના નિર્બળ. .આવું એટલા માટે કેમકે વાઘની વસ્તી ૩૦૦૦ ની સામે મોત માત્ર ૨૦૦ના જ્યારે સિંહની સંખ્યા ૬૭૪ જેની સામે મોતના આંકડો છે 312..મોટાભાગે એક જ પ્રકારનું જીવન ધરાવતા વાઘનો મૃત્યુદર માત્ર ત્રણથી ચાર ટકા અને એશિયા નું ઘરેણું એવા “સિંહ”નો મૃત્યુ દર ૨૩ થી ૨૪ ટકા જેટલો છે.

સિંહો સલામતીની ગુલબાંગો વચ્ચે ગુજરાતના સિ્ંહો સલામત અને સારો એવો સર્વાઈવલ રેશિયો છે તેવા દાવાઓ વધુ એક વાર પોકળ સાબિત થઈ રહ્યા છે.. વાઘની ૨૦૨૦ માં થયેલી વસ્તી મુજબ ત્રણ હજારથી વધુ વાઘ ભારતમાં વસવાટ કરી રહ્યા છે. જેની સામે માત્ર ૨૦૦ જેટલા જ વાઘના બે વર્ષમાં મૃત્યુ થયા છે.

ત્રણ હજારથી વધુ વાઘ ભારતમાં વસવાટ કરી રહ્યા છે
- વાઘની વસ્તી 3000ની સામે મોત 200
- સિંહની સંખ્યા 674 જેની સામે મોતનો આંકડો છે 312
- વાઘનો મૃત્યુદર માત્ર ત્રણથી ચાર ટકા
- સિંહનો મૃત્યુદર 23થી 24 ટકા

સિંહોની વસ્તી સૌરાષ્ટ્રના આઠથી નવ જિલ્લામાં જ છે અને એ પણ ગત વર્ષે નોંધાયેલી ૬૭૪ સિંહો ની વસ્તી અંદાજ છે જેમાંથી બે વર્ષમાં અધધ ૩૧૩ સિંહો ના મોત થયા હોવાનું હજુ બે દિવસ પહેલાં જ વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યું છે..ત્યારે વન્ય પ્રેમીની માંગ છે કે વાઘ અને તેના મોત થાય તેની તમામ વિગતો તુરંત જ જાહેર થાય છે સરકારની સત્તાવાર વેબસાઇટ પર, વાઘનું કોઈપણ વિસ્તારમાં, કોઈપણ કારણથી મોત થયું તેની તમામ વિગતો તુરંત જ એન.ટી.સી.એ.ની વેબસાઈટ પર મૂકવામાં આવે છે… જ્યારે સિંહોના મોત થાય ત્યારે તેની પારદર્શીતા માટે પણ આવી જ રીતે વેબસાઇટ તૈયાર કરવી જોઇએ.
READ ALSO
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
