GSTV

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 જિલ્લાના 58 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યમાં વરસાદના જોરમાં થયો ઘટાડો

Last Updated on June 23, 2021 by pratik shah

રાજ્યમાં ચોમાસું આગળ વધતા હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. આજે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદમાં સંપૂર્ણ ઘટાડો થશે. હાલ વરસાદ માટે કોઈ સિસ્ટમ સક્રિય નથી. જેથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 જિલ્લાના 58 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 જિલ્લાના 58 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વડોદરા જિલ્લાના ડભોઈમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ગત 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદમાં મહંદઅંશે ઘટાડો જોવા મળ્યો હતો.રાજ્યના ચોમાસાને થોડા સમય માટે અણધારી બ્રેક લાગી છે. આમ છતાં જૂન માસમાં અત્યાર સુધી કુલ 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદની ટકાવારી 10.72 ટકા નોંધાઈ છે.

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો…વરસાદ  માહોલમાં બાળકોએ ન્હાવાની મજા માણી હતી..બીજી તરફ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો…વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ટૂંક સમયમાં ખેતીની શરૂઆત કરશે..

READ ALSO

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

સાબરમતિ રિવરફ્રન્ટ પર સુરક્ષાનો અભાવ: મોટાભાગની જગ્યાએ CCTV કેમેરા નથી, ગુનાનો ભેદ ઉકેલવા અનેક મુશ્કેલીઓ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!