રાજ્યમાં વાતાવરણમા ભારે પલટો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલા સમયથી બે ઋતુનો અનુભવ થતો જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યમા કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ગઈકાલે રાજ્યના 72 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાંથી સૌથી વધુ ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું છે કે, સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા હજુ બે દિવસ વરસાદી માહોલ શક્યતા.

ભરઉનાળે રાજ્યમાં અનેક વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, નર્મદામાં પણ વરસાદી માહોલ રહી શકે છે. દાહોદ, તાપી, ડાંગમાં વરસાદી માવઠું પડી શકે છે.
24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો
શનિવારે 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદો નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભુજમાં નોંધાયો છે. ભુજમાં 2 ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે સરસ્વતીમાં 41 મી.મી, માંડલમાં 40 મી.મી, હિંમતનગરમાં 37 મી.મી, ધનસુરામાં 28 મી.મી,ડીસામાં 21 મી.મી, સિદ્ધપુરમાં 21 મી.મી, દાંતામાં 20 મી.મી, બેચરાજીમાં 18 મી.મી, માંડવીમાં 18 મી.મી, ઈડરમાં 17 મી.મી, પાટણમાં 16 મી.મી, વડગામમાં 13 મી.મી, વડનગરમાં 10 મી.મી, મોડાસામાં 10 મી.મી સુઈગામમાં 10 મી.મી, માંગરોળમાં 10 મી.મી વરસાદ પડ્યો છે. આ રીતે કમોસમી વરસાદ પાડવાથી ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે.
READ ALSO
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ
- ગૃહમંત્રીના શહેરમાં દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા! ફાસ્ટ ફૂડની આડમાં દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો, વેચાણની રીત જોઈને પોલીસ પણ માથું ખજંવાળતી રહી
- ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.
- પ્રાર્થના ભગવાનની કૃપા અને નબળાઈઓ પર આપે છે વિજય, જાણો તેનાથી સંબંધિત 5 મૂલ્યવાન વિચારો