GSTV

ગુજરાતીઓ રાખો તકેદારી/ છેલ્લા 24 કલાકમાં 1372 નવા કેસ નોંધાયા, પરિસ્થિતિ વધુ વકરી

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણની રફ્તાર યથાવત છે. દરરોજ કોરોનાના ચિંતાજનક પોઝિટિવ કેસ નોંધાય રહ્યાં છે. સંક્રમણ હવે ગામડાં સુધી પહોંચી ગયું છે. તેમજ અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર સહિત અનેક મહાનગરોમાં વાઈરસે ગંભીર સ્વરૂપ ધારણ કરેલું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1372 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 15 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3370 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1289 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

છેલ્લા 24 કલાકમાં 1372 નવા કેસ નોંધાયા

નોંધપાત્ર છે કે આજે નોંધાયેલા કુલ 1372 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 183 અને જિલ્લામાં 111 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 160 અને જિલ્લામાં 25 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 93 અને જિલ્લામાં 41 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 108 અને જિલ્લામાં 33 કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 86 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 16,384 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 107,701 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3370 થયો છે. રાજ્યમાં આજે કુલ 61,907 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 39,86,370 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

પરિસ્થિતિ વધુ વકરી

ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગ સહિત અન્ય કર્મચારીઓનો કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાના કેસ આવતા યુનિવર્સિટી ટાવર બંધ કરાયો છે. સોમવાર સુધી ટાવરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે. યુનિવર્સિટી ટાવરમાં કામ કરતા અનેક જોબ ટ્રેઇનીંને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં કુલ 3370 દર્દીઓના મોત થયાં

સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે તંત્ર દ્વારા સુપરસ્પ્રેડરના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શહેરના કુલ આઠ ઝોનમાં આવેલા ફ્લોર મિલના સંચાલકો સહિત કામ કરતા કર્મચારીઓના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ ચૂંટણી પહેલાં મોદી આવ્યા કોરોના પોઝિટીવ: એઈમ્સમાં કરવા પડ્યા દાખલ, બિહારને લાગશે ઝટકો

Mansi Patel

સીએમ રૂપાણીના આકરા પ્રહાર/ કોરોના સંકટમાં કોંગ્રેસના નેતાઓ જયપુરના રિસોર્ટમાં દારૂ પીને સ્વીમિંગ પુલમાં મારતા હતા ધુબાકા

pratik shah

કાંકરિયા રાઈડ દુર્ઘટના/ જવાબદાર કોન્ટ્રાક્ટર પર તંત્રને ભારોભાર પ્રેમ, હવે વસ્ત્રાપુર લેકનો કોન્ટ્રાક્ટ આપવા વિચારણા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!