દેશભરમાં ઘાતક કોરોનાનો કહેર વધ્યો છે. દિવસેને દિવસે કેસો સતત સામે આવવાથી આરોગ્ય તંત્ર પણ ચિંતામાં છે. જો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. ગુજરાતીઓ ચેતી જજો ફરીથી કોરોનાનો કાળમુખો પંજો વકર્યો છે.
ગુજરાતીઓ ચેતી જજો ફરીથી કોરોનાનો કાળમુખો પંજો વકર્યો

- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 301 નવા કેસ
- સૌથી વધુ અમદાવાદમાં 114 નવા કેસ નોંધાયા
- મોરબી અને સુરતમાં 27-27 નવા કેસ
- વડોદરામાં 26 નવા કેસ નોંધાયા
- રાજકોટમાં 19, ગાંધીનગરમાં 18 નવા કેસ નોંધાયા
- રાજ્યમાં કુલ 1849 એક્ટીવ કેસ
- ગુજરાતમાં કોરોનાના 8 દર્દી વેન્ટીલેટર પર
સૌથી વધુ અમદાવાદમાં 114 કેસ, જ્યારે મોરબી અને સુરતમાં 27-27 કેસ નોંધાયા છે.જ્યારે વડોદરામાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. આ સાથે જે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,849 થઈ છે. જ્યારે આઠ દર્દીઓ વેન્ટીલેટર પર છે.
વધતા કોરોના કેસો વચ્ચે સાવચેતી રાખવી ખાસ જરૂરી
ઉલ્લેખનીય છે કે દેશના સંખ્યાબંધ રાજ્યોમાં ઘાતક કોરોનાના કહેર વધ્યો છે. કોરોનાના વધતા કહેરના કારણે રાજ્યના સરકારની સાથે સાથે નિષ્ણાંતો પણ ચિંતિત બન્યા છે. ત્યારે આ વધતા કોરોના કેસો વચ્ચે સાવચેતી રાખવી ખાસ જરૂરી છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો