GSTV

રૂપિયાનો વરસાદ! રાજ્યમાં લાંચ લેવાના કેસમાં સતત વધારો: તાલુકા પંચાયતના મહિલા ટીડીઓ સહિત ત્રણ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

Last Updated on October 14, 2021 by pratik shah

પંચમહાલ જિલ્લાનાં શહેરા તાલુકા પંચાયતના મહિલા ટીડીઓ સહિત ત્રણ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા..જો કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોએ ફટાકડા ફોડી મીઠાઇ વહેંચી હતી..બિલના નાણાં મંજૂર કરવા આરોપીઓએ વધુ 2.45 લાખની માંગણી કરાતા એસીબીમાં ફરિયાદ કરાઇ હતી. જેથી અમદાવાદ એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા તમામને રંગેહાથે ઝડપી લીધા હતા. એસીબીએ આરોપીઓ પાસેથી લાંચની રકમ જપ્ત કરી હતી..ઝડપાયેલા આરોપીઓને ગોધરા એસીબી પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાં લાંચ લેવાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એસીબીમાં આ અંગેની સેંકડો ફરિયાદો મળતી હોય છે, અને તેનો સત્વરે યોગ્ય રીતે નિકાલ પણ થતો હોય છે. પંચમહાલ જિલ્લાનાં શહેરા તાલુકા પંચાયતના મહિલા ટીડીઓ સહિત ત્રણ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા. બિલના નાણાં મંજૂર કરવા આરોપીઓએ વધુ 2.45 લાખની માંગણી કરાતા ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેથી અમદાવાદ એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા તમામને રંગેહાથે ઝડપી લીધા હતા. એસીબીએ આરોપીઓ પાસેથી લાંચની રકમ જપ્ત કરી હતી. ત્યારબાદ ઝડપાયેલા તમામ આરોપીઓને ગોધરા એસીબી પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગીર સોમનાથના સુત્રાપાડાના ટીડીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે… સુત્રાપાડાના ટીડીઓ અમૃત પરમારે લોઢવા ગ્રામ પંચાયતમાં કામ કરનાર પીપળવા સહકારી મંડળીના સંચાલક પાસે મંડળીનું બિલ પાસ કરવા માટે લાંચ માંગી હતી… મંડળીના સંચાલકે આ મુદ્દે એસીબીને ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી ટીડીઓ અમૃત પરમારને તેની ઓફિસમાં જ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા…

READ ALSO

Related posts

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!