GSTV

ગુજરાતમાં જમીનના કાયદામાં થઈ ગયા છે મોટા ફેરફારો : 14 વર્ષની થશે જેલ, મદદગારી પણ ના કરતા

ગુજરાતમાં જમીનના કાયદામાં થઈ ગયા છે મોટા ફેરફારો : 14 વર્ષની થશે જેલ, મદદગારી પણ ના કરતા કાયદાકીય વિવાદો ઊભા કરી સામાન્ય જનતાની જમીન યુક્તિપ્રયુક્તિથી પચાવી પાડતા ભૂમાફિયાઓને અંકુશમાં લેતો ખરડો આજે ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. આ સાથે જ લૅન્ડ ગ્રેબિંગને કડકાઈથી ડામી દેવા માટેની ભૂમિકા રાજ્ય સરકારે ઊભી કરી દીધી છે. ખેડૂતો અને જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને નવા તૈયાર કરાયેલા કાયદાની જોગવાઈ હેઠળ સમિતિની રચના પણ કરવામાં આવશે.

મદદગારી પણ ના કરતા

મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે કહ્યું હતું કે જમીનને લગતા કેસો ચલાવવા વશેષ અદાલતની રચના કરવામાં આવશે અને દરેક કેસનો શક્ય હોય ત્યાં સુધી 6 મહિનાની મુદતની અંદર નિકાલ કરાશે. જમીન હડપ કરી જનારા તત્વોને 10 થી 14 વર્ષ સુધીની જેલ સજા કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જમીનની જંત્રી કિંમત જેટલો જ દંડ જમીન હડપી જનાર પાસેથી વસૂલ કરવામાં આવશે. આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક -2020 બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે આવા તત્વો ચેતે સરકાર તેમને સાખી લેશે નહી એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના સુગ્રથિત વિકાસ માટે જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવનારા ભૂમાફીયા તત્વો સામે કડકાઈથી પેશ આવવાનો રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે.

ભૂમાફીયા તત્વો સામે કડકાઈથી પેશ આવવાનો રાજ્ય સરકારે નિર્ણય

ગુજરાત વિધાન સભા ખાતે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020 અંગે વિધેયક રજૂ કરતાં મહેસૂલ મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક-2020 નવું સિમાચિન્હ્ બનશે. વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહેલા દેશના અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાત દેશ-દુનિયાના રોકાણકારો, ઉદ્યોગો, વેપાર-રોજગાર માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બન્યું છે. વીસેક વર્ષમાં ગુજરાતમાં જમીનની માંગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ગરીબ માનવીને એમની જમીન નાણાં પૂરે પૂરા મળે અને અસામાજીક તત્વો ખોટી રીતે જમીન પચાવી ન પાડે એટલે કાયદો જરૂરી હોઈ વિધેયક લાવવામાં આવ્યું છે.

જમીન નાણાં પૂરે પૂરા મળે અને અસામાજીક તત્વો ખોટી રીતે જમીન પચાવી ન પાડે એટલે કાયદો જરૂરી હોઈ વિધેયક લાવવામાં આવ્યું

મહાનગરપાલિકા વિસ્તારો અને ઔદ્યોગિક વિસ્તારોમાં તથા રહેણાંકના હેતુ માટે જમીનની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે અને સાથો સાથ જમીનના બજાર મુલ્યમાં વધારો થઇ રહ્યો છે. જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા પરિસ્થિતિનો લાભ લઇ અને રાતો રાત આથક ઉપાર્જન કરી લેવાના બદ ઇરાદા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ ધરી રાજ્ય સરકારની માલીકીની કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબ્જો કે માલીકી હક ન હોય છતા ગેરકાયદેસર કબ્જો જમાવી લે છે.

છેતરપીંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી પ્રત્યક્ષ કબ્જો કે માલીકી હક ન હોય છતા ગેરકાયદેસર કબ્જો જમાવી લે છે

કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપીપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે આવી પ્રવૃત્તિ ડામવામાં પણ આ વિધેયકથી રક્ષણ મળશે. નવા કાયદાની કલમ-2(ક) હેઠળ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની સમિતિ બનશે. તેમજ કલમ-12 (ખ) હેઠળ આ કાયદા હેઠળના ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા જ થશે.

ખેડૂતો, સામાન્ય માનવી કે ખાનગી માલિકી, જાહેર સંસ્થાની, સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જમીનો પર ગેરકાયદેસરનો અથવા ડરાવી, ધમકાવીને કબજો જમાવી દેનારા તત્વો-ભૂમાફિયાઓ સામે આકરી સજા અને શિક્ષાત્મક પગલાં લેવાનો માર્ગ મોકળો થશે. ખેડૂતો, ધામક, સામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાહેર ટ્રસ્ટો, સંસ્થાઓ વગેરેને આ કાયદાનું પીઠબળ મળતા તેમના વહીવટમાં સરળતા રહેશે. હવે જમીન ધારકને પોતાની ખેતી, બિનખેતી જમીનની સમયાનુકુલ યોગ્ય કિંમત મળતી થવાની છે ત્યારે જમીન પર ગેરકાયદે કબજો જમાવીને બેઠેલા તત્વોને નાથી સાચા હક્કદાર જમીન માલિકોને યોગ્ય કિંમત અપાવી આથક આધારનો નવતર અભિગમ અપનાવવા પહેલરૂપ નિર્ણય કર્યો છે.

નવા કાયદાની જોગવાઇઓ તાત્કાલીક ધોરણથી અમલમાં આવશે. જેના અસરકારક અમલીકરણથી જમીનોનો ગેરકાયદેસર કબ્જો લેનાર, આવી જમીનો ઉપર બાંધકામ માટે નાણાંકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં આવી જશે.

જમીનના કેસો ઉકેલવા વિશેષ કોર્ટની રચના કરવામાં આવશે

કલમ-7 મુજબ, વિશેષ કોર્ટની રચના કરવામાં આવશે. જે વિશેષ કોર્ટ કલમ-9માં મળતી સત્તાથી આપમેળે અથવા કોઈ વ્યક્તિની અરજી ઉપરથી અથવા જિલ્લા કલેક્ટરએ અધિકૃત કરેલાં કોઈ અધિકારી દ્વારા કરાયેલ અરજી પરથી આ વટહુકમના આરંભના પહેલા અથવા પછીના જમીન પચાવી પાડવાના કૃત્ય સંબંધી દરેક કેસની ન્યાયિક નોંધ લઈ શકશે અને તે અંગેની અદાલતી કાર્યવાહી કરી શકશે અને પોતાને યોગ્ય લાગે તેવા હુકમો કરી શકશે.

જમીન હડપવામાં મદદ કરનારને પણ 14 વર્ષની જેલ

નવા કાયદાની કલમ-5 હેઠળ જમીન હડપવા સાથે સંકળાયેલા અન્ય ગુનાઓ હડપેલી જમીનને વેચાણ માટે મૂકવી કે તે માટે જાહેરાત આપવી, અન્ય વ્યક્તિને જમીન હડપવા માટે પીઠબળ પુરૂ પાડનારા કે પ્રોત્સાહન-લોભ લાલચ આપનારા વ્યકિતને પણ 10 થી 14 વર્ષ સુધીની સખત કેદ અને જંત્રી કિંમત સુધીનો શિક્ષાત્મક દંડ ભરવો પડશે. હડપેલી જમીન પર બાંધકામ માટે કરાર કરવા કે અન્ય દ્વારા હડપ થયેલી જમીન ખરીદવા/ હસ્તક લેનારાની પણ 10થી 14 વર્ષની સજા થશે.

જમીન પચાવી પાડવા માટે કોણ ગુનેગાર ગણાશે?

માત્ર સરકારી કે સ્થાનિક સત્તા મંડળની માલીકીની જમીનોને જ નહીં પરંતુ ધામક સખાવતી સંસ્થા અથવા દેણગીની કે ખાનગી વ્યક્તિની જમીનના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તો તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ વ્યક્તિઓ પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણાશે. દોષીત ઠરે તે પછી કાયદાની કલમ-4(3) મુજબ, ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. સરકાર કેસોની ઝડપી સુનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં એક સરકારી વકીલ (પબ્લીક પ્રોસિક્યુટર)ની નિમણુંક કરશે. આવી વિશેષ અદાલત સુઓ મોટો (ર્જે ર્ર્સા) લઈ જમીન હડપનારા સામે નિયમાનુસાર કડક કાનૂની કાર્યવાહી કરી શકશે.

READ ALSO

Related posts

ભૂમાફિયા જયેશ પટેલના સાગરીતોને જેલમાં સિન્ડિકેટ રચતા રોકવા લેવામાં આવ્યો મોટો નિર્ણય

Nilesh Jethva

હાર્દિક પટેલના રોડ શોમાં અકસ્માત, વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત 3ને થઈ ઈજાઓ

pratik shah

પાકિસ્તાનની ખોરી દાનતનો ખુલાસો તેના જ મંત્રીએ કર્યો, પુલવામા હુમલો ઈમરાન ખાનની સૌથી મોટી ઉપલબ્ધી ગણાવી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!