અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી શાખાએ ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમા સાઈલેન્સર ચોરી કરતી 5 ગેંગના 14 સાગરીતોને ઝડપીને આતંરરાજ્ય ટોળકીનો પર્દાફાસ કર્યો છે. સાયલેન્સર તેમજ ઢોર ચોરીના 95 થી વધુ ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબીને મોટી સફળતા મળી છે.

ચોરીની ઘટનાઓને અંજામ આપતા
બીજી તરફ આ આરોપીઓએ બાવળા, ધોળકા, રૂપાલ અન સાણંદનાં આ આરોપીઓએ સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ જેવા જિલ્લામાં સાયલેન્સરની ચોરી કરીને તમામ જિલ્લામાં તરખાટ મચાવ્યો હતો. આરોપીઓ અગાઉ આશીફ પાર્ટીની રૂપાલ ગેંગમાં બાઈક ચોરી, સાયલેન્સર ચોરી અને ઢોર ચોરીના ગુનામાં સામેલ હતા.પરંતુ ચોરીનાં પૈસાના ભાગલા પાડવા બાબતે મનદુખ થતા અલગ અલગ 5 ગેંગ બનાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા.. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં જિલ્લામાં 29, ગાંધીનગરમાં 15, મહેસાણામાં ખેડામાં 5-5, આણંદમાં 9 એમ કુલ 64 થી વધુ ઈકો ગાડીનાં સાયલેન્સર ચોરી તેમજ અમદાવાદ અને આણંદ જિલ્લામાંથી 31 ઢોરની ચોરીને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ છે.

સાયલેન્સર ચોરી થવાની ઘટનાઓ બની
અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લાં 1 વર્ષ દરમિયાન અનેક લોકોના વાહનોમાંથી સાયલેન્સર ચોરી થવાની ઘટનાઓ બની છે.. ક્રાઈમબ્રાંચે અનેક આરોપીઓને આ ગુનામાં પકડયા હતા પંરતુ ચોરીની ધટનાઓ સદંતર ચાલુ જ હતી ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે રૂપાલના આસીફ પાર્ટી ગેંગના સાગરીતો ગેંગમાંથી છુટા પડીને અલગ અલગ ગેંગ બનાવી ગ્રામ્ય જિલ્લાનાં ઈકો ગાડીના સાયલેન્સરની ચોરી કરતી હોવાની બાતમીના આધારે બાવળા તેમજ ધોળકામાં અલગ અલગ જગ્યાઓ પરથી 14 ઈસમોની ધરપકડ કરી 13.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..
READ ALSO
- સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો
- કોમર્સમાં કકળાટ યથાવતઃ કોલેજ દીઠ ખાલી બેઠકો જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ હેરાન, ત્રણ રાઉન્ડ બાદ પણ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી
- ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ
- હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે
- રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે