GSTV

ગુજરાતમાં ચોમાસાની જમાવટ, હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

Last Updated on June 22, 2021 by pratik shah

રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. જોકે આજે મોટાભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ થયો. સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં રાજ્યમાં 15 તાલુકાઓમાં એકથી અઢી ઈંચ વરસાદ થયો. મહુવામાં અઢી ઈંચ વરસાદ થયો. તો લુણાવાડામાં બે ઈંચ વરસાદ થયો. ડીસા અને વીરપુરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ થયો.. જ્યારે ચાણસ્મા, વિસનગર, મોરવાહડફ, સરસ્વતી, પોશીનામાં સવા-સવા ઈંચ વરસાદ થયો. જોકે હવામાન વિભાગે હજુ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદ

ગુજરાતમાં ચોમાસાની જમાવટ

ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઇ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 29 ટકા જેટલો વરસાદ વરસ્યો છે… હજુ પણ 7 જિલ્લામાં વરસાદની ઘટ છે. તાપી… ડાંગ… છોટાઉદેપુર… ગીર સોમનાથ… પોરબંદર તેમજ દાહોદમાં ઓછો વરસાદ છે.

પાલનપુરમાં પડેલા પ્રથમ વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી

પાલનપુરમાં પડેલા પ્રથમ વરસાદે જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે… ફક્ત 4 ઇંચ વરસાદમાં પાલનપુર શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા… શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા… બીજી તરફ બેચરપુરા વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટી પણ બેટમાં ફેરવાઇ… જેના કારણે રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો… બીજી તરફ વહેલી સવારે પડેલા ભારે વરસાદ બાદ વેડંચા અને હોડા ગામનો કોઝવે ધરાશાયી થયો… જેણે કોઝવેના કામમાં થયેલા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડ્યો… તો પાલનપુર-આબુ રોડનો નેશનલ હાઇવે પણ ધોવાયો… હાઈવે પર આવેલા સાંઈબાબા મંદિર પાસે મસ મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકોની મુશ્કેલી વધી..

વડોદરામાં સિઝનના પ્રથમ વરસાદે જ પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી ચે..બે દિવસ પડેલા વરસાદથી શહેરમાં 150થી વધુ તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા છે…સામાન્ય રીતે વરસાદની સિઝન પહેલા જ પ્રિમોન્સુન કામગીરી હેઠળ કામગીરી થાય છે..અને તોતિંગ વૃક્ષનું ટ્રિમિંગ થાય છે..પરંતુ આ વર્ષે તે થઈ શક્યુ નથી અને 150થી વધુ તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા છે..ચિંતાની વાત એ છે કે, શહેરમાં 500 જેટલી જૂની ઈમારતો અને મકાનો છે. જે  ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે…જોકે 80 જેટલા મકાનોને ઉતારી લેવાની નોટીસ આપવામાં આવી છે..કેટલાય મકાનોના નોટિસ પિરીયડ પણ પૂર્ણ થયો છે..જોકે,તે મકાનો હજુ યથાવત છે. અને જાણે મોત ઝળુંબી રહ્યુ હોય તેમ દેખાય છે.

પાટણ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. સિદ્ધપુરમા પણ મધ્ય રાત્રીએ ધોધમાર વરસાદ હતો. જિલ્લાના શંખેશ્વર…રાધનપુર…સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો.રાધનપુરમાં એક કલામાં દોઢ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાધનપુરના લાલબાગ વિસ્તારમાં  દુકાનોમાં પણ પાણી ભરાયા હતા.

મહિસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે..જિલ્લાના ખાનપુર, લુણાવાડા, વીરપુર, કડાણા સહિતના વિસ્તારમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો છે… સવારથી પડી રહેલા ધોધમાર વરસાદથી લોકોને ગરમથી રાહત મળી છે..તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે..

Related posts

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

મોટા સમાચાર/ GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા, જાણી લો કઈ રહી બંધ

Zainul Ansari

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!