GSTV

ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ, નદી નાળા છલકાયા, માર્ગો પર પણ ફરી વળ્યા પાણી

વરસાદ

Last Updated on June 24, 2021 by pratik shah

ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના પંચમહાલ જિલ્લાન હાલોલ અને પાવાગઢ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદની પધરામણી થઈ તો બીજી તરફ નસવાડી, નર્મદા જીલ્લો, ડેડીયાપાડા, છોટાઉદેપુર, વડોદરામાલપુર સહિતના વિસ્તારોમાં મેઘ મહેર થતા માર્ગો પર પાણી ફરીવળ્યા હતા.

પંચમહાલ જિલ્લાન હાલોલ અને પાવાગઢ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદની પધરામણી થઈ હતી.વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસતા નિગમની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી પડી હતી.દોઢ ઈંચ વરસાદમાં લોકોના ઘરમાં અને શેરીમાં પાણી ભરાઈ ગયા હતા..ભારે પાણી ભરાઈ જતા વાહન માલિકોએ પોતાના વાહન ઉંચાણ વાડા વિસ્તારોમાં ખસેડવા દોડધામ કરી હતી તો બીજી તરફ પાણીનો નિકાલ કરવા પાલિકા દ્વારા જેસીબી લગાવાવની ફરજ પડી હતી.

નસવાડીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. નસવાડીના તણખલા, જામલી, ગોયાવાટ, ઘટાશા અને સમરપુરામાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે તાલુકાની મેણ નદીમાં નવા નીર આવ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

નર્મદા જિલ્લાના નાંદોદમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતુ…સાથો સાથ ડેડિયાપાડામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.. વરસાદી માહોલથી વાતાવરણમાં શીતલહેર પ્રસરી હતી…વાવણી લાયક વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો..છોટાઉદેપુર સહિત નાલેજ, પીપલેજ, ધંધોડા, પુનિયાવાંટ, ચિલરવાંટ ગામોમાં વરસાદી માહોલ છવાયો હતો…ભારે પવન સાથે વરસાદ થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા..તો બીજી તરફ ખેડૂતોમાં પણ હર્ષની હેલી જોવા મળી.

વડોદરામાં 3 દિવસના ભારે ઉકળાટ બાદ આજે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શહેરના રાવપુરા, સીટી, અલકપુરી, સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો..જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો વાહન ચાલકોએ છત્રી અને રેઇનકોટનો સહારો લીધો હતો.. કેટલાક લોકો ધીમા વરસાદમાં ભીંજાવાનો આનંદ માણતા નજરે પડ્યા હતા.

માલપુરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો ..ભારે વરસાદને લઈ માર્ગોમાં પાણી ભરાતા પુર જેવી સ્થિતિ પેદા થઈ હતી..માલપુરના મુખ્ય માર્ગેમાં વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોએ હાલાકી ભોગવી હતી..વાવણી લાયક વરસાદ થતા ધરતી પુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!