કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા 15મીથી દેશમાં એસઓપી સાથે સ્કૂલો-કોલેજો ખોલવા મંજૂરી આપવામા આવી છે અને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે પણ મંજૂરી આપી દીધી છે ત્યારે ગુજરાતમાં 15મીથી સ્કૂલો નહી ખુલે.સરકાર હાલની સ્થિતિમાં સ્કૂલો ન ખોલવા મક્કમ છે. દેશમાં 15મીથી સ્કૂલો,કોચિંગ ક્લાસીસો-શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપવા સાથે કેન્દ્ર સરકારે વિગતવાર એસઓપી જાહેર કરી છે.જે મુજબ કડક પાલન કરવાનું ંરહેશે.કેન્દ્ર સરકારે છુટ આપી દીધી છે પરંતુ ગુજરાત સરકાર હજુ પણ સ્કૂલો ખોલવા મક્કમ છે. 15મી ઓક્ટોબરથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો નહી ખોલવામા આવે.

દેશમાં 15મીથી સ્કૂલો,કોચિંગ ક્લાસીસો-શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની મંજૂરી
ઉલ્લેખીય છે કે ધો.10-12માં બોર્ડ પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્કૂલો બંધ હોવાથી બગડી રહ્યુ છે અને તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી શકતુ નથી ત્યારે ધો.12 સાયન્સમાં સોશિયલ ડિસ્ટન્સિગ સાથે સ્કૂલો ખોલી દેવાની તરફેણમાં કેટલાક વાલીઓ છે.ઉપરાંત કોચિંગ ક્લાસીસો પણ ખોલવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

કોચિંગ ક્લાસીસો પણ ખોલવા જોઈએ તેવી માંગ ઉઠી
સ્કૂલોમાં પ્રાથમિકના અને ધો.9-11ના વર્ગો બંધ છે ત્યારે તમામ વર્ગો વાપરવા મળતા એક -એક કલાસમાં ધો.10-12ના થોડા થોડા વિદ્યાર્થી સાથે મહત્વના વિષયો વિદ્યાર્થીઓનેે ભણાવી શકાય. જો કે કોરોનાને લઈને સરકાર જોખમ લેવા માંગતી ન હોઈ 15મી ઓક્ટોબરથી ધો.10-12 માટે પણ સ્કૂલો નહી ખુલે.

ગુજરાતમાં દિવાળી બાદ જ નવેમ્બરના મધ્યમાં સ્કૂલો ખોલવામા આવે તેવી પુરી શક્યતા છે.મહત્વનું છે કે આમ તો સરકારનો દાવો છે કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ કોરોના સંક્રમણ ઘણો કાબુમાં છે અને ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે પરંતુ સરકાર હાલ કોઈ જોખમ લેવા માંગતી નથી.
READ ALSO
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત