કમૂરતા ઉતરતા જ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલાં સરપંચો સોમવારે સત્તાની ધુરા સંભાળશે. સરપંચોએ તેમના સમર્થકોને હાજર રહેવા આમંત્રણ મોકલ્યા છે . ઘણાં સરપંચોએ વાસી ઉતરાયણના દિવસે જ સરપંચપદે ચાર્જ સંભાળી લીધો હતો જેથી ગામડાઓમાં ઢોલત્રાંસાના સાદ વચ્ચે જશ્નનો માહોલ સર્જાર્યો છે.

આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઇ હતી.ચૂંટાયેલાં સરપંચોએ કમૂરતાને લીધે ચાર્જ સંભાળ્યો ન હતો. ઉતરાયણ બાદ કમૂરતા ઉતરતાં જ શુભ-નવા કામોની શરૂઆત થઇ ચૂકી છે જેના કારણે કેટલાંય સરપંચોએ તો શનિવારે જ સમર્થકો સાથે ગાજતે વાગતે ગ્રામ પંચાયતમાં જઇને હોદ્દો ગ્રહણ કર્યો હતો.
મોટાભાગના સરપંચોએ સોમવારે સત્તાના સુકાન સંભાળવા નક્કી કર્યુ હતું. સરપંચોએ હોદ્દા ગ્રહણ વખતે હાજર રહેવા સમર્થકોને આમંત્રણ સુધ્ધાં મોકલ્યુ છે. કેટલાંય ગામડાઓમાં ઢોલ-ત્રાંસા,ડીજેની તાલ ઉપરાંત સમર્થકોની ભીડ સાથે સત્તા સંભાળવા સરપંચોએ તૈયારી કરી છે.
આ બાજુૂ, સરપંચો સત્તા સંભાળશે તો બીજી બાજુ, ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી પણ શરૂ થઇ છે જેથી ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે રાજકીય કાવાદાવાનો ખેલ પણ આરંભાયો છે. તાલુકાઓમાં અમુક ગામડાઓમાં જૂથ નક્કી કરીને ડેપ્યુટી સરપંચ માટેની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે. આમ, કમૂરતા ઉતરતાં જ સરપંચો નવા ચૂંટાયેલા પંચાયતના સભ્યો સાથે ગામના વિકાસની રૂપરેખા નક્કી કરશે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી