GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં રાખજો સાવચેતી ! તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે સજજ

ગુજરાતમાં આગામી 5 દિવસ સારો વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 5,6 અને 7 ઓગસ્ટે સારા વરસાદની આગાહી છે.તારીખ  8 ,9 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ સમાન્ય વરસાદ રહેશે. વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં 9 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી છે.

  • ગુજરાતમાં અગામી 5 દિવસ સારો વરસાદ
  • અમૂક વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદ
  • કચ્છ અને સૌરાષ્ટ્ર માં 5,6,7 ઓગસ્ટના રોજ સારા વરસાદની આગાહી
  • ભારે થી અતિભારે વરસાદની આગાહી
  • 8 ,9 ઓગસ્ટ થીવરસાદનું જોર વધશે
  • અમદાવાદમાં સમાન્ય વરસાદ રહશે
  • વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી માં 9 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે વિવિધ જિલ્લાઓમાં આજે મેઘાએ મહેર કરી હતી. ડાંગ જિલ્લાના સાપુતારામાં પડી રહેલ ધોધમાર વરસાદના કારણે રોડરસ્તા પાણીમાં ગરવાક થયા છે. ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ પડતા અંબિકા ખાપરી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ વહી રહ્યુ છે. વરસાદના કારણે કોઝવે ગરકાવ થતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છોટા ઉદેપુરના ક્વાંટમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે..બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે..જેથી શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા છે..મામલતદાર કચેરી સહિત અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે..ગત રાતે  છ કલાકમાં છ ઈંચ વરસાદ વરસ્યો હતો..

રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ મહેર થઈ છે.વહેલી સવારથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રાતૈયા, કીરસરા, દેવગામ બાલસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

READ ALSO

Related posts

ભરૂચ/ ગોલ્ડન બ્રિજ આજે વટાવી શકે છે 24 ફૂટની ભયનજક સપાટી, આ ગામોને કરાયા એલર્ટ : 186 નાગરિકો અને પશુધનનું સ્થળાંતર

Bansari Gohel

મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ

Bansari Gohel

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed
GSTV