GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

એક મતદાર વોર્ડના બે મહિલા અને બે પુરૂષ મતદારોને મત ના આપે તો મત કેન્સલ થશે, આ ભૂલ કરી તો પણ મત નહીં ગણાય

છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં એક મતદારે તેના વોર્ડના કોઈપણ પક્ષના ચાર ઉમેદવારોને મત આપવાનો રહેશે. તેમાં બે મહિલા અને બે પુરૂષ મતદારોને તેઓ મત આપી શકે છે. બે મહિલા અને બે પુરૂષ કરતાં વધુને મત આપનાર મતદારનો મત કેન્સલ થયેલો ગણાશે. મતદાતાને કોઈપણ ઉમેદવાર કે કોઈપણ પક્ષના ઉમેદવાર પસંદ ન હોય તો નોટા-નન ઓફ ધી એબોવ (ઉપરના ઉમેદવારોમાંથી કોઈને પણ મત નથી આપવો) તેમ જણાવતું નોટાનું બટન પણ દબાવી શકે છે.  AMC ચૂંટણીમાં નાગરિકો એક વોટ નાંખી શકે, 4 વોટ કરવા ફરજિયાત નથી. મતદારો એક વોર્ડમાં એક વોટ, બે વોટ, ત્રણ વોટ કે 4 વોટ આપી શકે છે. 4 વોટ આપવા ફરજિયાત નથી. જોકે, એક વોટ કે 4 વોટ આપ્યા પછી પીળું બટન દબાવ્યા બાદ વોટ કાસ્ટ થાય છે. જો એક વોટ કે ચાર વોટ આપ્યા બાદ પીળું બટન દબાવવાનું ભૂલી શે તો વોટ ગણાશે નહીં.

જો એક વોટ કે ચાર વોટ આપ્યા બાદ પીળું બટન દબાવવાનું ભૂલી શે તો વોટ ગણાશે નહીં

ચૂંટણી

ચૂંટણીમાં હજારો લોકો ભાગ લેવાના હોવા છતાં કોરોના ટેસ્ટિંગ બૂથ બનાવાયા નથી

છ મહાનગર પાલિકાની ચૂંટણી માટે 1.14 કરોડથી વધુ મતદારો 11121 મતદાન મથકોએ એકત્રિત થવાની શક્યતા હોવા છતાંય સરકારે એક પણ મતદાન મથકની નજીક કે પરિસરમાં કોરોનાનો રેપિડ ટેસ્ટ કરી આપતા બૂથ બનાવ્યા જ નથી. તેના બેથી ત્રણ કારણો હોવાનું માનવામાં આવે છે. એક, કોરાનાના બે પાંચ કેસ બને તો મતદારો મતદાન કર્યા વિના જ ઘરભેગા થઈ જાય તેવી સંભાવના રહેલી છે. કોરોનાને નામે પોતાની કારમાં એકલા બેસીને પ્રવાસ કરનારના ખિસ્સા ખંખેરવા માટે સરકાર રૂા. 1000નો દંડ કરાવી શકે છે.

પરંતુ રાજકીય પક્ષનું હિત આવે ત્યારે કોરોના ફેલાતો હોય તો છો ફેલાય, પરંતુ મતદાન તો થવુ ંજ જોઈએ તેવી ભાવનાથી સરકાર બધી જ છૂટછાટ આપી રહી હોવાની આમજનતાની ફરિયાદ છે. બીજું, કોરોના ટેસ્ટિંગની લાઈનમાં અને પછી મતદાન કરવાની લાઈનમાં ઊભા રહેવાનું આવે તો તેવા સંજોગોમાં મતદારો વધુ સમય ન ફાળવીને મતદાન કરવાનું ટાળે તેવી પણ શક્યતા રહેલી છે.

1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદાર

આ છ મહાનગરોમાંની ચૂંટણીમાં કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદાર છે. અમદાવાદ મહાનગરપાલિકાનાં 48 વોર્ડમાં સૌથી વધુ 773 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડની ચૂંટણી માટે 279 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 239 ઉમેદવારો તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 293 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડ માટે યોજાનાર ચુંટણીમાં 211 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.

READ ALSO

Related posts

મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Kaushal Pancholi

BIG BREAKING: વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી! રાજ્યમાં ગુજકેટની પરીક્ષાની તારીખો થઈ જાહેર, 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

pratikshah

અમેરિકાનો મોટો દાવો / ભારતમાં માનવ અધિકારોની સ્થિતિ ખરાબ, રશિયા-ચીનમાં મોટા પાયે માનવ અધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓ

Kaushal Pancholi
GSTV