GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી : એક જ કલાકમાં આટલા ટકા થયું મતદાન, અમદાવાદ અને ભાવનગર છે મતદાનમાં મોખરે

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 575 બેઠક પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ થવાના છે. 6 મહાપાલિકાના કુલ 144 વોર્ડમાં 11 હજાર 121 મતદાન મથક છે. જે પૈકી 2 હજાર 255 મતદાન મથક સંવેદનશિલ અને 1 હજાર 188 અતિસંવેદનશીલ મતદાન મથક છે. મનપાની ચૂંટણીમાં કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદાર છે. અમદાવાદમાં પણ નોકરીયાતો સવારે 7 વાગ્યાથી મતદાન કેન્દ્રો પર વોટ આપવામાં આવી પહોંચ્યા છે. સુરત અને વડોદરામાં પણ મોટી સંખ્યામાં મતદારો આવી રહ્યા છે. છેલ્લા એક કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં અને ભાવનગરમાં 5 ટકા મતદાન થયું છે, ત્યારબાદ વડોદરા 4 ટકા, સુરત 4 ટકા, રાજકોટ 3 ટકા, જામનગર 3 ટકા મતદાન થયું છે.

અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 191 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ રહ્યું છે..આ માટે 4536 મતદાન મથકો છે. 24 લાખ 14 હજારથી વધુ પુરૂષ મતદારો અને 22 લાખ 09 હજારથી વધુ સ્ત્રી મતદારો મતદાન કરશે. અમદાવાદમાં 16 રિટર્નિંગ ઓફિસર અને 16 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નિયુક્ત કરાયા છે. અમદાવાદમાં ચૂંટણી માટે 22,680 જેટલા કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. ઉપરાંત 18,144 પોલીસ સ્ટાફની સેવા પણ લેવામાં આવી છે.

કોરોના ગાઈડલાઈનનો ભંગ

અમદાવાદમાં મતદાનની પ્રક્રિયા દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનો ભંગ જોવા મળ્યો છે. થલતેજની ઉટોપિયા સ્કૂલમાં મતદાન માટે આવતા લોકોનું ટેમ્પરેચર ચેક નથી રહ્યું તેમજ બહાર સેનિટાઇઝરની પણ વ્યવસ્થા નથી કરવામાં આવી. મતદારો સેનિટાઇઝરનો ઉપયોગ કર્યા વગર જ મતદાન મથકોમાં પ્રવેશી રહ્યા છે…  

  • મતદાન થયું શરૂ
  • કોરોનાની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન
  • ટેમ્પરેચર નથી ચેક થઈ રહ્યું કે બહાર સેનેટાઈઝર પણ નથી રાખવામાં આવ્યું
  • ટેમ્પરેચર ગન અને સેનેટાઈઝર બોટલ મૂકી રાખી ટેબલ પર
  • મતદારો પ્રવેશી રહ્યા છે મતદાન મથક માં
  • કોરોના ની ગાઈડ લાઇન નું ઉલ્લંઘન થતા કેસ વધવાની શકયતા
  • થલતેજ ની ઉટોપિયા સ્કૂલ માં કોરોના ની ગાઈડ લાઇન નું ઉલ્લંઘન

છ મહાનગર પાલિકાની એક જ બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના નારણપુરા વોર્ડની બેઠક પર ભાજપના બિન્દા સુરતી બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. કોન્ગ્રેસના મહિલા ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લેતા તેઓ બિનહરીફ થયા છે. અમદાવાદમાં 46 લાખ 24 હજાર 425 મતદાતાઓ મતદાન કરી તેમના ઉમેદવારોની પસંદગી કરશે. તેમાંથી 2255 મતદાનમથકો સંવેદનશીલ અને 1188 મતદાનમથકો અતિસંવેદનશીલ મતદાન મથકની કેટેગરીમાં આવે છે. આ માટે 51 ચૂંટણી અધિકારી અને 57 મદદનીશ ચૂંટણી અધિકારીઓને ગોઠવવામાં આવ્યા છે. મતદાન વ્યવસ્થિત રીતે થાય તે માટે 63,209 કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે.

Related posts

ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી

Damini Patel

હિટ એન્ડ રન/ રોડ ક્રોસ કરતા વૃધ્ધને લકઝરી કારેઅડફેટે લીધા, મોતને ઘાટ ઉતારી ચાલક ભાગી ગયો

Damini Patel

સુરતીઓ ચેતજો/ કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો, આ વિસ્તારોમાં સૌથી વધુ ફેલાયુ સંક્રમણ

Karan
GSTV