GSTV

ગુજરાતમાં 28 હજાર તબીબો આજે હડતાળ પર, ઓપીડી અને ઓપરેશનો રહેશે બંધ

Last Updated on December 11, 2020 by pratik shah

આયુર્વેદના અનુસ્નાતક વિદ્યાર્થીઓ ત્રણ વર્ષની તાલીમ બાદ આંખ,કાન,નાક,ગળા સહિત અન્ય 58 પ્રકારની સર્જરી કરી શકશે તેવી છૂટ અપાઇ છે જેનો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ કરાયો છે. એટલું જ નહીં એક દિવસીય હડતાળનો કોલ અપાયો છે. આ એલાનને પગલે ગુજરાતમાં ય અમદાવાદ મેડિકલ એસોએશનને હડતાળ પાડવા નક્કી કર્યું છે જેના ભાગરૂપે ગુજરાતના 28 હજાર ડોક્ટરો શુક્રવારે હડતાળ પાડી વિરોધ વ્યક્ત કરશે.

ગુજરાતના 28 હજાર ડોક્ટરો શુક્રવારે હડતાળ પાડી વિરોધ વ્યક્ત કરશે

આયુર્વેદના વિદ્યાર્થીઓને સર્જરીને છૂટ અપાતાં એલોપેથી પ્રેક્ટીસ કરતાં ડોક્ટરો નારાજ થયાં છે. ડોક્ટરોનું કહેવું છે કે, આયુર્વેદ અને એલોપેથી એમ બે પ્રકારનો અભ્યાસ કરનારાં ડોક્ટરો આરોગ્ય માટે ઘાતક પુરવાર થશે. આયુર્વેદ એક શાસ્ત્ર છે અને ઘણાં વર્ષોથી અપનાવવામાં આવ્યુ છે. પણ સવાલ એ છેકે, સર્જરી દરમિયાન એનેસૃથેસિયા અને એન્ટીબાયોટીક દવાની જગ્યા આયુર્વેદ કેવી રીતે લઇ શકશે. સર્જરી દરમિયાન કોઇ ગંભીર સમસ્યા સર્જાશે તો આયુર્વેદથી ઇલાજ શકય નથી. આ સંજોગોમાં આયુર્વેદના ડોકટરોને સર્જરીની છુટ આપવી યોગ્ય નથી.

આયુર્વેદથી ઇલાજ શકય નથી

આયુર્વેદ ડોક્ટરોને સર્જરીની છૂટ અપાતાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને તા.11મી ડિસેમ્બરે એક દિવસીય પ્રતિક હડતાળનું એલાન કર્યુ છે. ગુજરાતના 28 હજાર ડોક્ટરો હડતાળમાં જોડાઇ તબીબી કામગીરીથી અળગાં રહેશે.

28 હજાર ડોક્ટરો હડતાળમાં જોડાઇ તબીબી કામગીરીથી અળગાં રહેશે

આ કારણોસર રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી, કન્સલ્ટટન્ટ, ઓપરેશન સહિતની રૂટિન કામગીરી બંધ રહેશે. જોકે, કોરોના અને ઇમરજન્સી સારવાર યથાવત રહેશે. હડતાળના દિવસે અમદાવાદમાં એએમએ ખાતે બપોરે ડોકટરોની બેઠકનું પણ આયોજન કરાયુ છે જયાં પોસ્ટરો સાથે વિરોધ વ્યક્ત કરાશે સાથે સાથે આગામી દિવસોમાં આ જ મુદ્દે ઉગ્ર વિરોધ કરવા રણનીતિ પણ ઘડવામાં આવશે.

READ ALSO

Related posts

Breaking / નિવૃત્તિ પહેલા રાકેશ અસ્થાનાને મોદી સરકારની મોટી ભેટ, દિલ્હી પોલીસના કમિશનર બન્યા ગુજરાત કેડરના IPS

Zainul Ansari

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

pratik shah

નવું સંકટ: અમેરિકામાં નવી બીમારીનો ખતરો વધ્યો અનેક લોકો થયા સંક્રમિત: દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!