ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા કુલ દર્દીઓનો આંક હવે ૨.૫૦ લાખને પાર થઇ ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ ૨,૫૯,૦૯૭ કેસ નોંધાયા છે અને તેની સામે ૨,૫૦,૦૫૬ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કર્યો છે. આમ, ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૬.૫૧% છે. જોકે, કોરોનાથી સૌથી વધુ સાજા થવાના દરમાં ગુજરાત ટોચના ૨૮ રાજ્યોમાં પણ નથી. બિહાર, રાજસ્થાન, તામિલનાડુ, દિલ્હી, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ગુજરાત કરતાં વધુ સારો રીક્વરી રેટ છે. રાજ્ય સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે.
રાજ્ય સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થયા

કુલ દર્દીઓનો આંક હવે ૨.૫૦ લાખને પાર
દેશના જે રાજ્યોમાં કોરોનાનો રીક્વરી રેટ સૌથી વધુ છે તેમાં અરૃણાચલ પ્રદેશ ૯૯.૪૦% સાથે મોખરે છે. અરૃણાચલ પ્રદેશમાં ૧૬,૮૧૮ કેસ સામે ૧૬,૭૨૫ દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. સૌથી વધુ રીક્વરી રેટમાં આંધ્ર પ્રદેશ-ઓડિશા ૯૯.૦૦% સાથે બીજા, દાદરા નગર હવેલી-દીવ-દમણ ૯૮.૮૦% સાથે ચોથા જ્યારે ત્રિપુરા ૯૮.૭૦% સાથે પાંચમાં સ્થાને છે. મોટા રાજ્યો કે જેઓ ગુજરાત કરતાં વધુ સારો રીક્વરી રેટ ધરાવે છે તેમાં ૯૮.૬૦% સાથે બિહાર, ૯૮.૪૦% સાથે આસામ, ૯૮.૧૦% સાથે રાજસ્થાન, ૯૮% સાથે દિલ્હી, ૯૭.૯૦% સાથે તામિલનાડુ-કર્ણાટક, ૯૭.૪૦% સાથે ઉત્તર પ્રદેશ, ૯૭.૧૦% સાથે પશ્ચિમ બંગાળ,૯૬.૮૦% સાથે મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. કોરોનાથી સૌથી ઓછો ૯૧%નો રીક્વરી રેટ કેરળમાં છે. ઉત્તરખંડમાં ૯૫.૧૦%, મહારાષ્ટ્રમાં ૯૫.૨૦%, પંજાબબમાં ૯૫.૪૦% સાથે ગુજરાત કરતાં ઓછો રીક્વરી રેટ છે.

ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૬.૫૧%
રાજ્ય | રીક્વરી રેટ |
આંધ્ર પ્રદેશ | 99.00% |
ઓડિશા | 99.00% |
બિહાર | 98.50% |
આસામ | 98.40% |
હરિયાણા | 98.30% |
રાજસ્થાન | 98.10% |
દિલ્હી | 98.00% |
તામિલનાડું | 97.90% |
કર્ણાટક | 97.90% |
ઉત્તર પ્રદેશ | 97.40% |
પશ્ચિમ બંગાળ | 97.10% |
મધ્ય પ્રદેશ | 96.80% |
ગુજરાતના જિલ્લાઓમાંથી મહીસાગર-પંચમહાલ-જામનગરમાં કોરોનાથી સૌથી વધુ ૯૯%નો રીક્વરી રેટ છે. આ સિવાય પોરબંદર ૯૮.૯૦%, તાપી ૯૮.૮૦% અને વલસાડ ૯૮.૭૦%નો રીક્વરી રેટ ધરાવે છે. બોટાદમાં સૌથી ઓછો ૯૨.૯૦%નો રીક્વરી રેટ છે. સૌથી ઓછા રીક્વરી રેટ મામલે અમદાવાદ ૯૩.૧૦% સાથે છેલ્લેથી બીજા સ્થાને છે.

અમદાવાદમાં ૬૦,૪૨૦ કેસ સામે ૫૬,૨૪૪ દર્દી સાજા થયા છે જ્યારે ૨,૨૮૭ના મૃત્યુ થયા છે. આ સિવાય રાજકોટમાં ૯૬.૧૦%, વડોદરામાં ૯૬.૬૦%, સુરતમાં ૯૭%નો રીક્વરી રેટ છે.
READ ALSO
- નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો